'ભાજપના કોઈ કાર્યકર કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં', વડોદરામાં લાગ્યા BJP વિરોધી પોસ્ટર્સ

ADVERTISEMENT

Vadodara News
Vadodara News
social share
google news

Vadodara News: રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. આ વચ્ચે વડોદરાના માંજલપુરમાં શુક્રવારે મોડી રાત્રે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો અને આગેવાનેએ પ્રવેશવું નહીં સાથેના બેનરો સાથે વિરોધ કર્યો હતો. જેને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી.

આ પણ વાંચો: 'માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય', હવે કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!

માંજલપુરમાં ભાજપ વિરોધી પોસ્ટર્સ લાગ્યા

વડોદરા માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં પરષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અને બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક સાથે  લખ્યું હતું કે, 'ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી' આ પ્રકારના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી સાથે મોટી સંખ્યામાં યુવાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.

આ પણ વાંચો: Ahmedabad: BJPના મહિલા સંમેલનમાં દુર્ઘટના, AMCના વાહનથી દીવાલ ધરાશાયી થતા કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત

'આ તો માત્ર ટ્રેલર છે...'

આ અંગે કરણી સેનાના મધ્યગુજરાતના પ્રભારી, રવિરાજસિંહ સોલંકીએ કહ્યું કે, ક્ષત્રિય સમાજ હિન્દુઓ, હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાશે નહીં. ભાજપની સરકાર સમાજને દબાવવા માગે છે. આ તો માત્ર ટ્રેલર છે હજુ પિક્ચર બાકી છે. આ ક્ષત્રિય સમાજ છે. પહેલાથી કુરબાની આપી છે. અમને મારવા કે મરવાથી કોઈ ફરક પડતો નથી. તમારી તાકાય હોય તો માંજલપુરમાં પ્રચાર કરી જુઓ.

ADVERTISEMENT

(ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
 

    follow whatsapp

    ADVERTISEMENT