Ahmedabad: BJPના મહિલા સંમેલનમાં દુર્ઘટના, AMCના વાહનથી દીવાલ ધરાશાયી થતા કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત
Ahmedabad News: અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે શુક્રવારે સાંજે દુર્ઘટના ઘટી હતી. હકીતતમાં અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકાવણાના સમર્થનમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે શુક્રવારે સાંજે દુર્ઘટના ઘટી હતી. હકીતતમાં અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકાવણાના સમર્થનમાં ભાજપના મહિલા કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. કાર્યક્રમ બાદ પિકનિક હાઉસની દિવાલને મ્યુનિ. કોર્પોરેશનનું ટેન્કર અથડાયું હતું. આથી દીવાલ મહિલા કાર્યકર્તાઓ ઉપર પડતા ચાર જેટલી મહિલાઓને ઈજા પહોંચી હતી. જેથી તમામને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 'માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય', હવે કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!
ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયું હતું સંમેલન
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંકરિયા પિકનિક હાઉસ ખાસે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકાવાણાના સમર્થનમાં ભાજપની મહિલા કાર્યકરો દ્વારા સંમેલન યોજાયું હતું. આ સંમેલન પૂર્ણ થયા બાદ તેઓ બસની રાહ જોતા ફૂટપાથ પર ઊભા હતા. દરમિયાન જ AMCનું ન્યુસન્સ ટેન્કરનું વાહન ત્યાંથી નીકળ્યું અને દીવાલ સાથે અથડાયું હતું. જેના કારણે દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: મોંઘવારીમાં રાહત, માર્ચમાં ફુગાવો 10 મહિનામાં સૌથી નીચો, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ
બસની રાહ જોતી મહિલા કાર્યકર્તાઓ પર દીવાલ પડી
આ દરમિયાન બહાર ફૂટપાથ પર ઊભેલી મહિલા કાર્યકર્તાઓ પર દીવાલનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. આથી મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ત્યાં દોડી ગયા હતા. તથા 108 મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં ઈજાગ્રસ્ત મહિલાઓની સ્થિતિ સામાન્ય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT