પરશોત્તમ રૂપાલાથી વધુ એક સમાજ નારાજ! ગોંડલના કાર્યક્રમમાં આપેલા નિવેદન વિરુદ્ધ પોલીસમાં અરજી

ADVERTISEMENT

Parshottam Rupala
Parshottam Rupala
social share
google news

Rajkot News: રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ એક બાદ એક વધી રહી છે. એક બાજુ ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમની માફી માટે ગોંડલમાં શુક્રવારે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આપેલા નિવેદન બાદ હવે દલિત સમાજ તેમનાથી નારાજ થયો છે અને પોલીસમાં ફરિયાદ નોંધવા અરજી આપી છે. 

આ પણ વાંચો: Lok Sabha Election: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં વિખવાદ? ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

શું છે દલિત સમાજની નારાજગીનો મામલો?

જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં સામાજિક કાર્યકરે અરજી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે. ગોંડલના ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં રૂપાલાએ દલિત સમાજના કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, એક ચૂંટણીની અને તે પણ અનઆયોજિત એવો કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમ બંધ કરીને કરસનદાસના ભજન છે તેના માટે ત્યાં ગયા હતા. એવો કાર્યક્રમ પણ કંઈ કામનો નહોતો. જેની સામે દલિત સમાજમાં રોષ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવકની લૂંટના ઈરાદે ઘાતકી હત્યા, લૂંટારૂઓએ 6-7 ગોળી ધરબી દીધી

સામાજિક કાર્યકરે આપી પોલીસમાં અરજી

અરજી આપનાર સામાજિક કાર્યકરે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાનો માફીનો કાર્યક્રમ યોજાયો હતો. આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટેનો જે હાવ-ભાવ અને વાણી વિલાસ હતો તેનાથી સમગ્ર ગુજરાત અને ભારતના દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. જેના પગલે મેં ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે. આ સાથે જો ફરિયાદ નહીં નોંધાય તો કોર્ટમાં અરજી કરવાની પણ તૈયારી સામાજિક કાર્યકરે દર્શાવી છે.

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)
 

    follow whatsapp

    ADVERTISEMENT