Lok Sabha Election: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં વિખવાદ? ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની હાલત પણ કોંગ્રેસ જેવી જ થતી જાય છે. ભાજપના 26 બેઠકોના નામ પર મહોર લાગી છે ત્યારે કેટલીક સીટો પર જાહેર થયેલા ઉમેદવારોનો વિરોધ થાઓ રહ્યો છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ભાજપની હાલત પણ કોંગ્રેસ જેવી જ થતી જાય છે. ભાજપના 26 બેઠકોના નામ પર મહોર લાગી છે ત્યારે કેટલીક સીટો પર જાહેર થયેલા ઉમેદવારોનો વિરોધ થાઓ રહ્યો છે. ભાજપમાં આંતરિક વિખવાદ શું પરિણામ પર અસર કરશે ખરા? સાબરકાંઠા બેઠકનો વિરોધ આપણા કોઈથી અજાણ નથી ત્યાં હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટરના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.
અમરેલી ભાજપમાં વિખવાદ?
અમરેલી બેઠક પર ભાજપે ભરત સુતરીયાના નામ પર મહોર લાગી છે જ્યારે આ બેઠક પર તેમને કોંગ્રેસ તરફથી જેનીબેન ઠુંમરને ઉતાર્યા છે. એવામાં હવે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂ થયો છે. ધારી તાલુકાના દેવળા ગામે રાત્રીના સમયે ભરત સુતરીયા વિરુદ્ધ બેનર લાગ્યા હતા. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ સામે આવ્યો છે. આ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ ઉઠતાં રાજકારણ ગરમાયું છે. “ભાજપના ઉમેદવાર બદલો”, “સમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા ચાલે?” જેની નીચે લખ્યું હતું કે અમરેલીનો અવાજ.... ચૂંટણી સમયે આ પ્રકારનો વિરોધ સામે આવતા ખળભળાટ મચ્યો છે.
ભાજપના અનેક ઉમેદવારોનો વિરોધ
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદિત નિવેદનની નારાજગી હજુ શાંત નથી અને સતત તેમનું ઉમેદવારી પદ રદ થાય તે માટેની માંગ ઉઠી રહી છે. તો બીજી તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેને બારૈયાના નામની જાહેરાત બાદ ભિખાજી ઠાકોરના સમર્થકોનો ગુસ્સો સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT