238 વખત ચૂંટણી હારેલા ઉમેદવાર ફરી લોકસભાના મેદાનમાં ઉતર્યા, મોદી-રાહુલને પણ ફેંકી ચૂક્યા છે પડકાર

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election 2024: કેટલાક લોકો ક્યારેય હાર માનતા નથી અને દરેક વખતે પડકાર આપવા તૈયાર હોય છે. આવું જ એક ઉદાહરણ છે તમિલનાડુના રહેવાસી કે પદ્મરાજન છે, જેઓ સૌથી વધુ વખત ચૂંટણી હારી ચૂક્યા છે, પરંતુ દરેક વખતે ચૂંટણી લડે છે. 238 વખત ચૂંટણી હાર્યા છતાં તેમણે ક્યારેય હિંમત હારી નથી અને આ વખતે તેઓ 2024માં લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

તમિલનાડુના મેટુરના રહેવાસી પદ્મરાજન સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ઘણા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ સામે ચૂંટણી લડી છે. જોકે દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: 'ઉમેદવાર હટાવો, ભાજપ બચાવો'ના નારા સાથે સાબરકાંઠામાં BJPના જ કાર્યકરોનો વિરોધ, PM મોદીને લખાયા 2000થી વધુ પોસ્ટકાર્ડ

5 વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂક્યા છે

પદ્મરાજન અત્યાર સુધીમાં 5 વખત રાષ્ટ્રપતિ, 5 વખત ઉપરાષ્ટ્રપતિ, 32 વખત લોકસભા, 72 વખત વિધાનસભા, 3 વખત MLC અને એક વખત મેયર સહિત અનેક ચૂંટણી લડી ચૂક્યા છે. ગયા વર્ષે, તેલંગાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન, પદ્મરાજને ગજવેલ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે ઈતિહાસમાં M.A ની ડિગ્રી લીધી છે. આવો જાણીએ આટલી વખત ચૂંટણી લડી ચૂકેલા પદ્મરાજન પાસે કેટલી સંપત્તિ છે.

ADVERTISEMENT

પદ્મરાજન પાસે કેટલી સંપત્તિ છે?

55 વર્ષીય ડૉ.કે.પદ્મરાજનની પાસે લાખોની સંપત્તિ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની કુલ સંપત્તિ 15.16 લાખ રૂપિયા છે. જો કે તેમના પર 48 હજાર રૂપિયાનું દેવું પણ છે. ઘરમાં 50 હજાર રૂપિયાની રોકડ છે, જ્યારે બેંકમાં માત્ર 1000 રૂપિયા જ જમા છે. તેમણે LIC, NSC કે અન્ય કોઈ સરકારી સ્કીમમાં કોઈ રોકાણ કર્યું નથી.

આ પણ વાંચો: 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા

આ મોટર સાયકલ 5000 રૂપિયામાં ખરીદી હતી

My Neta.com મુજબ, પદ્મરાજને વર્ષ 1987માં માત્ર રૂ. 5000માં ટુ વ્હીલર TVS 50XL ખરીદ્યું હતું, જે હજુ પણ તેમની પાસે છે. તેમની પાસે 34 ગ્રામ વજનની સોનાની ચેન અને વીંટી છે, જેની કિંમત તે સમયે 60 હજાર રૂપિયા હતી. પરંતુ આજે તેની કિંમત 2.34 લાખ રૂપિયાથી વધુ છે. તમને જણાવી દઈએ કે તેમની પાસે 11 લાખ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડીંગ અને 3 લાખ રૂપિયાનું રહેણાંક મકાન છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT