'ઉમેદવાર હટાવો, ભાજપ બચાવો'ના નારા સાથે સાબરકાંઠામાં BJPના જ કાર્યકરોનો વિરોધ, PM મોદીને લખાયા 2000થી વધુ પોસ્ટકાર્ડ
Sabarkantha Lok Sabha Election: સાબરકાંઠામાં નવા ઉમેદવાર જાહેર થયાં ત્યારથી જ શોભનાબેન બારૈયા સામે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ વધી રહ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
શોભનાબેન બારૈયા સામે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ
કાર્યકરોએ જિલ્લા કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યો
ઉમેદવાર બદલવા માંગ કરવામાં આવી
Sabarkantha Lok Sabha Election: સાબરકાંઠામાં નવા ઉમેદવાર જાહેર થયાં ત્યારથી જ શોભનાબેન બારૈયા સામે સાબરકાંઠા જિલ્લામાં વિરોધ વધી રહ્યો છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉમેદવાર બદલવા માંગ કરવામાં આવી હતી. સાથો સાથ 2000થી વધુ પોસ્ટ કાર્ડ લખીને નરેન્દ્ર મોદી સુધી ફરિયાદ કરવાની કાર્યકર્તાએ વાત કરી હતી. કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલવાની કાર્યકરો માંગ કરી રહ્યા છે.
ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી
ભારતીય જનતા પાર્ટીમાં હવે કાર્યકરોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે, પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યા હવે શોભનાબેન બારૈયાઓનો ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને શોભનાબેન બારૈયાની ટિકિટ રદ કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
...અમે નહીં સ્વીકારીઃ ભાજપ નેતા
આ તકે ભાજપ નેતા હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, કાર્યકરો એક જ માંગ કરી રહ્યા છે કે કોઈપણ સંજોગોમાં શોભનાબેન બારૈયાને પક્ષ દ્વારા દૂર કરવામાં આવે અને અન્ય કોઈપણ ઉમેદવારને લાવવામાં આવે તો અમે જંગી બહુમતીથી જીતાડીશું, પરંતુ શોભનાબેન બારૈયાને અમે કોઈપણ સંજોગોમાં સ્વીકારીશું નહીં.
ADVERTISEMENT
આયાતી ઉમેદવાર લાવવામાં આવ્યાઃ કાર્યકર
તો ભાજપ કાર્યકર નાનાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલા વિધાનસભામાં આયાતી ઉમેદવાર લાવવામાં આવ્યા ત્યારે અમે સ્વીકાર્યા, પરંતુ હવે લોકસભા સીટ પર આયાતી ઉમેદવાર અમે નહીં સ્વીકારીએ. અમારે અમારો સ્થાનિક ઉમેદવાર જ જોઈએ. આજે 2000થી વધુ પોસ્ટ કાર્ડ લખી નરેન્દ્ર મોદી સુધી અમને ન્યાય મળે તે હેતુથી રજૂઆત કરાઈ છે. 'આયાતી ઉમેદવાર નહીં' તેના સૂત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો
સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભીખાજી ઠાકોરનું નામ જાહેર થતાં જ ડામોર અને ઠાકોરના નામનો વિરોધ થતાં પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે. આવનાર સમયમાં પક્ષમાંથી જો ઉમેદવાર નહીં બદલાય તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે પક્ષ દ્વારા હવે કેવા પ્રકારના પગલા લેવાય છે...
ADVERTISEMENT
રિપોર્ટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા
ADVERTISEMENT
ADVERTISEMENT