Elections2024: ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ પર જ પેટાચૂંટણી કેમ? C R પાટીલે જાણો શું કહ્યું

ADVERTISEMENT

Lok sabha poll date
વિસાવદર બેઠક પર કેમ જાહેર ન થઈ ?
social share
google news

Lok sabha poll date: આજે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે.  હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જેમાં વિજાપુર,ખંભાત,વાઘોડિયા,માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકનો સમાવેશ થયા છે. જોકે, આજે ગુજરાત વિધાનસભાની માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની ચૂંટણી પંચે તારીખો જાહેરાત કરી છે. જે બેઠકો જાહેર થઈ છે તેમાં વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠક છે. આમ આજે વિસાવદર બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ બેઠક પર શા માટે ચૂંટણીની તારીખ જાહેર નથી કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈ શરત ચૂક થઈ છે કે કોઈ અન્ય કારણ છે તે જાણી શકાયું નથી. આ અંગે ચૂંટણીપંચનું નિવેદન સામે આવશે ત્યારે જ સત્ય બહાર આવશે. નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી.

Lok Sabha Election 2024: દેશમાં 7 ચરણોમાં યોજાશે લોકસભા ચૂંટણી, ગુજરાતમાં કઈ તારીખે થશે મતદાન?

વિસાવદર બેઠક પર કેમ જાહેર ન થઈ ?

લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. આગામી 19 એપ્રિલથી પહેલા તબક્કાનું મતદાન શરૂ થશે, કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે જેનો અંતિમ તબક્કો 1 જૂનના દિવસે યોજાશે. ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો 4 જૂનના રોજ મતગણના થવાની છે. એવામાં લોકસભાની સાથે ગુજરાતની ખાલી પડેલી છે બેઠકોમાંઠી પાંચ બેઠકોના મતદાનની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની સાથે ગુજરાતમાં પેટા ચૂંટણીનું મતદાન થશે. વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠકની મતદાન તારીખ જાહેર થઈ ગઈ છે પંરતુ હજુ એક વિસાવદર પણ ખાલી બેઠક છે ત્યાં મતદાનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કોઈ શરત ચૂક થઈ છે કે કોઈ અન્ય કારણ છે તે જાણી શકાયું નથી. હાલ આ એક સળગતો સવાલ સામે આવ્યો છે.

ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ પર યોજાશે પેટાચૂંટણી, આ તારીખે થશે મતદાન

C R પાટીલે કહ્યું- કદાચ શરતચૂકથી રહી ગયું હશે

વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. આ અંગે ચૂંટણીપંચનું નિવેદન સામે આવશે ત્યારે જ સત્ય બહાર આવશે. નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી. જેના પર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલે પણ જવાબ આપ્યો હતો. પાટીલે જવાબ આપતાં કહ્યું હતું કે- કદાચ શરતચૂકથી જાહેરાત કરવાનું રહી ગયું હશે. આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરવામાં આવશે. આ સિવાય નોંધનીય છે એ વિસાવદર બેઠકને લઈને હાઇકોર્ટમાં પિટિશન પહેલેથી જ દાખલ કરવામાં આવી છે જેના કારણે છ બેઠકની પેટા ચૂંટણીના બદલે પાંચની જ જાહેરાત થઈ શકી. 

ADVERTISEMENT

કઈ કઈ બેઠક પરથી કોના રાજીનામાં પડ્યા?

  • માણાવદર-કોંગ્રેસ-અરવિંદ લાડાણી
  • ખંભાત-કોંગ્રેસ- ચિરાગ પટેલ
  • વિજાપુર-કોંગ્રેસ-સી.જે.ચાવડા
  • પોરબંદર-કોંગ્રેસ-અર્જુન મોઢવાડિયા
  • વિસાવદર-AAP-ભૂપત ભાયાણી
  • વાઘોડિયા-અપક્ષ-ધર્મેન્દ્રસિંહ વાઘેલા
     

    follow whatsapp

    ADVERTISEMENT