Elections Breaking: ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી છ બેઠકોમાંથી પાંચ પર યોજાશે પેટાચૂંટણી, આ તારીખે થશે મતદાન
Gujarat Assembly By Elections: લોકસભાની ચૂંટણી તારીખો જાહેર (Lok Sabha Election 2024 Date) થઈ ગઈ છે સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી (Gujarat Assembly By Elections)ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા માટે 7 મે 2024 પેટાચૂંટણી યોજાશે. હાલ છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે.
ADVERTISEMENT
Gujarat Assembly By Elections: લોકસભાની ચૂંટણી તારીખો જાહેર (Lok Sabha Election 2024 Date) થઈ ગઈ છે સાથે જ ગુજરાતમાં યોજાનારી પેટાચૂંટણી (Gujarat Assembly By Elections)ની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા માટે 7 મે 2024 પેટાચૂંટણી યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. જ્યારે વિસાવદરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર હાલ પેટાચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે
Lok Sabha Election 2024: દેશમાં 7 ચરણોમાં યોજાશે લોકસભા ચૂંટણી, ગુજરાતમાં કઈ તારીખે થશે મતદાન?
હાલ ગુજરાત વિધાનસભાની શું છે સ્થિતી?
હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિની વાત કરવામાં આવે તો 182 સીટ પર 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. તો ત્યારથી અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. હવે લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રસાકસીવાળું બની શકે છે.
ADVERTISEMENT
કઈ કઈ બેઠક પરથી કોના રાજીનામાં પડ્યા?
- માણાવદર-કોંગ્રેસ-અરવિંદ લાડાણી
- ખંભાત-કોંગ્રેસ- ચિરાગ પટેલ
- વિજાપુર-કોંગ્રેસ-સી.જે.ચાવડા
- પોરબંદર-કોંગ્રેસ-અર્જુન મોઢવાડિયા
- વિસાવદર-AAP-ભૂપત ભાયાણી
- વાઘોડિયા-અપક્ષ-ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ADVERTISEMENT