ભાજપ નેતાના દીકરાની કરતૂતના કારણે ફરી યોજાશે ચૂંટણી, ECની જાહેરાત

ADVERTISEMENT

Lok Sabha elections
બુથ કેપ્ચરિંગ બાદ મોટો નિર્ણય
social share
google news

Lok Sabha elections: ગુજરાતની દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના પરથમપુર ગામમાં ફરીથી મતદાન યોજાશે. પરથમપુરા મતદાન બુથ પર 11મી મેના રોજ ફરી મતદાન થશે. નોંધનીય છે કે, ભાજપ નેતાના દીકરાની કરતૂતના કારણે અહીં ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ બુથને કેપ્ચરીંગ કરી લીધું હતું. એટલું જ નહીં તેણે બુથને કેપ્ચરીંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ દરમિયાન તેણે બુથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી. 

વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવ્યા

દાહોદ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે કેટલાક લોકોની સાથે મળીને પરથમપુર ગામમાં બૂથને હાઈજેક કરી લીધું હતું. વિજય ભાભોર કેટલાક લોકોની સાથે મળીને મતદાન મથકમાં ઘૂસી ગયો હતો અને તેણે અધિકારીઓને ધમકાવ્યા હતા. વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઈવ પણ કરી હતી. જેને લાખો લોકોએ જોઈ હતી. 

ADVERTISEMENT

વીડિયો વાયરલ થતાં કર્યો ડિલીટ

આ વીડિયો જોત જોતામાં વાયરલ પણ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થયા બાદ વિજયે આ વીડિયોને ડિલીટ કરી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડૉ પ્રભાબેન તાવિયાડેને થતાં તેઓએ આ મામલે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેથી કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટના મામલે પોલીસે ભાજપ નેતાના પુત્ર અને બુથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી હતી. સાથે જ પ્રિસાઈડિંગ ઓફિસરને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો. 

ADVERTISEMENT

ચૂંટણી પંચે માંગ્યો જવાબ

ચૂંટણી પંચે સોરણા પે સેન્ટર શાળાના પ્રિસાઈડીંગ ઓફિસર કાનાભાઈ રોહિત, પે-સેન્ટર શાળા વડદલાના આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, જનોડના પગાર કેન્દ્ર શાળાના પોલિંગ ઓફિસર યોગેશભાઈ સોળ્યા અને તાલુકા પંચાયત પોલિંગ ઓફિસર મયુરીકાબેન પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. 

ADVERTISEMENT

ઈનપુટઃ વિરેન જોશી, દાહોદ


 

    follow whatsapp

    ADVERTISEMENT