Polling Booth Search: તમારું મતદાન મથક કયું છે? એકદમ સરળતાથી સેકન્ડમાં જ જાણી શકશો

ADVERTISEMENT

Polling Booth Search
બે પદ્ધતિથી તમે મતદાન મથક શોધી શકો છો
social share
google news

Lok Sabha Election: આવતીકાલે ગુજરાત સહિત 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે.  ગુજરાતની 26માંથી એક બેઠક બિનહરીફ થતાં 25 બેઠકો માટે મતદાન થશે. સાથે જ વિધાનસભાની પણ 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે હવે અમૂક લોકો એવા હશે જે પ્રથમ વખત મતદાન કરતાં હશે અથવા તો તેને પોતાના પોલિંગ બૂથ વિશે ખબર નહીં હોય, તો ચાલો જાણીએ કે તમને તમારું મતદાન મથક કેવી રીતે મળશે.

  
બે પદ્ધતિથી તમે મતદાન મથક શોધી શકો છો

હવે અહીં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણે કયા મતદાન મથક પર જઈને અમારો મત આપવાનો છે તે ઓનલાઈન કેવી રીતે શોધી શકાય? તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે મતદાન મથકને શોધવા માટે બે પદ્ધતિઓ છે. આપણને આપણા મતદાન મથક વિશેની જાણકારી ઓનલાઈન મળી શકે છે, તેને શોધવાની બે રીતે છે. તમે મતદાન સેવા પોર્ટલની મદદથી તેને શોધી શકો છો.   

Voter Helpline App

ADVERTISEMENT

1. Voter Helpline App એપ દ્વારા પોલિંગ બૂથ કેવી રીતે શોધવું

સામાન્ય જનતાની સુવિધા માટે ભારતના ચૂંટણી પંચે આ મોબાઈલ એપ તૈયાર કરી છે. આ મોબાઈલ એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

  • ચૂંટણી પંચની ઓફિશિયલ મોબાઈલ એપ છે, પ્લેસ્ટોરમાં જઈ મતદાર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તમે લોગ ઇન કર્યા વિના પણ મતદાન મથક શોધી શકો છો.
  • એપ ઓપન કરશો ત્યારે આપેલા તમામ ઓપ્શન દેખાવા લાગશે. મતદાન મથક શોધવા માટે, Search Your Name in Electoral Roll પર ક્લિક કરવું 
  • આ વિકલ્પ પર ક્લિક કરતાંની સાથે જ ઘણા બધા વિકલ્પો ખુલશે જેમ કે મોબાઈલ દ્વારા શોધો, ક્યુઆર કોડ દ્વારા શોધો, વિગતો દ્વારા શોધો અને EPIC નંબર દ્વારા શોધો. જેમાં EPIC નંબર એ તમારો વોટર આઈડી કાર્ડ નંબર છે.
  • તમે કોઈપણ વિકલ્પની મદદથી પોલિંગ બૂથ શોધી શકો છો

Search Polling Station Epic Number

ADVERTISEMENT

મતદાનનું નિશાન બતાવો અને ફ્રીમાં મુસાફરી કરો, AMTSનો મહત્વનો નિર્ણય

2. Polling Station Online Search: આ સરકારી સાઈટની મદદ લઈ શકો છો 

  • જો વોટર હેલ્પલાઈન એપ નથી તો ચિંતા કરવાની જરૂર નથી તમે આ બીજી રીતથી પણ જાણી શકો છે, જેમાં  https://electoralsearch.eci.gov.in/ પર જવું પડશે.
  • મતદાર સેવા પોર્ટલ પર ગયા પછી, તમને મતદાન મથક શોધવા માટે ત્રણ વિકલ્પો મળશે, EPIC દ્વારા શોધો, વિગતો દ્વારા શોધો અને મોબાઇલ દ્વારા શોધો.
  • અહીં આપણે Search By EPIC વિકલ્પ પર ક્લિક કર્યું અને પછી EPIC નંબર, રાજ્યનું નામ અને કેપ્ચા દાખલ કરવાનું રહેશે.
  • જેવી જ તમે વિગતો ભરીને સર્ચ કરશો કે તરત જ તમને મતદાન મથકની માહિતી મળી જશે.

Voter Service Portal Search Polling Station

EPIC Number Search: ઑનલાઇન કેવી રીતે મેળવી શકાય

  • સૌથી પહેલા https://voters.eci.gov.in/ પર જઈ હોમપેજ પર Search in Electoral Roll વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમને સર્ચ બાય ડિટેલ્સ અને સર્ચ બાય મોબાઈલ ઓપ્શન દેખાશે, તમે આમાંથી કોઈપણ એક વિકલ્પની મદદથી તમારો EPIC નંબર મેળવી શકો છો
  • સર્ચ બાય ડિટેલ્સ વિકલ્પ પસંદ કરો છો, તો તમારે બધી જરૂરી વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા દાખલ કરો કરવાનો રહેશે 
  • જો તમે સર્ચ બાય મોબાઈલ વિકલ્પ પર ટેપ કરો છો, તો તમારે અહીં મતદાર આઈડી કાર્ડ સાથે લિંક કરેલ તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે ત્યારબાદ નંબર દાખલ કર્યા પછી, કેપ્ચા કોડ દાખલ કરી OTP મળશે તે નાખતા જ EPIC નંબર તમને બતાવવામાં આવશે


 

    follow whatsapp

    ADVERTISEMENT