Lok Sabha Exit Polls 2024: ફરી એક વાર સત્તાનો 'તાજ' ભાજપના શિરે! ત્રણ એક્ઝિટ પોલમાં '400 પાર'નો દમ
Lok Sabha Exit Polls 2024 Update: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં આ વર્ષે ભાજપે 400 પારનો નારો પોતના પ્રચારમાં લગાવ્યો હતો, હવે એ જોવાનું રહ્યું કે 4 જૂને આવનારા પરિણામમાં આ આંકડો પાર થશે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
Lok Sabha Exit Polls 2024 Update: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. એવામાં આ વર્ષે ભાજપે 400 પારનો નારો પોતના પ્રચારમાં લગાવ્યો હતો, હવે એ જોવાનું રહ્યું કે 4 જૂને આવનારા પરિણામમાં આ આંકડો પાર થશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. જોકે આજે જાહેર થયેલા એક્ઝિટ પોલ આંકડાએ સૌને ચોંકાવી દીધા છે. ત્રણ એજન્સીના સરવે પ્રમાણે ભાજપનો 400 પારનો નારો સફળ થતો જોવા મળી રહ્યો છે.
Gujarat Exit Poll Results 2024: ગુજરાતમાં ભાજપને ક્લીન સ્વીપ? લોકસભાની પરીક્ષામાં 'ફૂલ માર્કસ'
શું કહે છે ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ?
ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ દેશનો સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી અને ડિસેમ્બર 2013 થી ડિસેમ્બર 2023 દરમિયાન 67 વિધાનસભા ચૂંટણીઓ માટે એક્ઝિટ પોલ હાથ ધરવામાં આવ્યા હતા. આ 69 ચૂંટણીઓમાંથી, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ 64 ચૂંટણીઓમાં એકદમ સચોટ સાબિત થયા છે. એવામાં આ વખતના સરવેના આંકડામાં NDA 361-401, INDIA ગઠબંધનને 131-166 અને અન્યને 8-20 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ત્રણ એક્ઝિટ પોલમાં NDA 400 પાર
એક્ઝિટ પોલ | NDA | INDIA | અન્ય |
ટુડેઝ ચાણક્ય | 385-415 | 96-118 | 27-45 |
India Today-Axis My India
|
361-401 | 131-166 | 8-20 |
CNX | 371-401 | 109-139 | 28-38 |
ADVERTISEMENT
ADVERTISEMENT