Gujarat Exit Poll Results 2024: ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વીપ? લોકસભાની પરીક્ષામાં 'ફૂલ માર્કસ'
Gujarat Exit Poll Results 2024: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. એવામાં ગુજરાતમાં ચાર સરવે એજન્સી ભાજપને ક્લીન સ્વીપનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Gujarat Exit Poll Results 2024: દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. એવામાં ગુજરાતમાં ચાર સરવે એજન્સી ભાજપને ક્લીન સ્વીપનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
India Today-Axis My India Exit Poll 2024: ભાજપના ધુરંધરોની સામે 'બનાસની બહેન' કોંગ્રેસને આપવશે જીત?
ગુજરાતમાં ભાજપનો દબદબો
ગુજરાતની 26 લોકસભામાં 25 સીટ પર મતદાન થયું હતું, જ્યારે સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. નીચેના અનુમાન દ્વારા ભાજપને ક્લીન સ્વીપ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ગુજરાત (26 બેઠક) | ભાજપ | કોંગ્રેસ+આપ | અન્ય |
TV9-Polstrat | 26 | 0 | 0 |
NEWS 18 | 26 | 0 | 0 |
India Tv -CNX | 26 | 0 | 0 |
Times Now - ETG | 26 | 0 | 0 |
દેશમાં બનશે ભાજપની સરકાર?
દેશમાં ફરી NDA સરકાર બનશે તેવું 7 થી વધુ સર્વે એજન્સીઓનો અંદાજ છે. જે તમામ એજન્સીઓ દ્વારા NDAને 300ને પાર બેઠકો મળતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
એક્ઝિટ પોલ | NDA | INDIA | અન્ય |
Republic Matrize | 353-368 | 118-133 | 43-48 |
Republic PMARQ | 359 | 154 | 30 |
Jan Ki baat | 377 | 151 | 15 |
D-Dynamics | 371 | 125 | 47 |
TV9 Telugu | 359 | 154 | 30 |
News Nation | 342-378 | 153-169 | 21-23 |
CNX | 371-401 | 109-139 | 28-38 |
ABP - CVoter | 244-292 | 123-169 | 12-4 |
EGT Research | 358 | 152 | 33 |
ટુડેઝ ચાણક્ય | 385-415 | 96-118 | 27-45 |
ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ખાતું ખુલે તેવો અંદાજ
ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે. લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત્યું ન હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 26 બેઠકો જીતશે તેવું કેટલીક સર્વે એજન્સીનું અનુમાન છે. જોકે INDIA Today-Axis My Indiaના સર્વે અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસના ફાળે 1 બેઠક જઈ શકે છે. જ્યારે ચાણક્યના સર્વે અનુસાર આમ આદમી પાર્ટી 2 બેઠક જીતી શકે છે.
આ પણ વાંચો:- ક્ષત્રિય આંદોલન કોંગ્રેસને કેટલું ફળ્યું? રૂપાલાની ભૂલ ભાજપને ભારે પડી
ADVERTISEMENT