Lok Sabha Election 2024: સરકારી કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર, ચૂંટણીમાં આ કામ કરશો તો થશે કડક કાર્યવાહી

ADVERTISEMENT

Loksabha Election 2024
ચૂંટણી પંચ એકશનમાં
social share
google news

Loksabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીને લઈ આખરી તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીપંચ દ્વારા નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવામાં હાલ આચારસહિતા લાગેલી છે અને સરકારી કર્મચારીઓ માટે સૂચના જાહેર કરવામાં આવી છે. 

સરકારી કર્મચારીઓ માટે કામની એડવાઇઝરી

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચના અનુસાર હાલ કોઈ પણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહીં. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તે પ્રમાણે સરકારી કર્મચારીઓ કોઈ પ્રચાર પણ કરી શકશે નહીં. મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહીં. અઅ સિવાય કોઈ રાજકીય પાર્ટીના સ્ટીકર અથવા કોઈ જાહેર થયેલા ઉમેદવાર માટેના કાર્ય પણ કરી શકશે નહીં.

'મેહાણી કાકાનો તો, કાંટો જ કાઢી નાખ્યો', પરેશ ધાનાણીએ કવિતા લખી ભાજપને આડે હાથ લીધી

ચૂંટણી પંચ એકશનમાં

નિષ્પક્ષ ચૂંટણી થાય યોજાય તે માટે  ચૂંટણી પંચ એકશનમાં જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ જાહેરાત દૂર કરાઈ છે. ખાનગી મિલકતો પરથી 58 હજાર જાહેરાત દૂર કરાઈ છે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૂપિયા 1.16 કરોડની રોકડ જપ્ત કરાઈ છે, 11.44 કરોડની કિંમતના સોના-ચાંદી પકડાયુ છે. અત્યાર સુધીમાં કુલ 42.62 કરોડની વસ્તુઓ  જપ્ત કરવામાં આવી છે. 
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT