'ષડયંત્રથી બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું, અમે ચૂંટણી પ્રચાર નથી કરી શકતા', કોંગ્રેસનો મોદી સરકાર પર આરોપ
Congress Press Confrence: લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
ADVERTISEMENT
Congress Press Confrence: લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈલેક્ટોરલ બોન્ડને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લોકશાહી માટે નિષ્પક્ષ ચૂંટણી જરૂરી છે. એવું ન હોવું જોઈએ કે સત્તામાં રહેલા લોકોનો સંસાધનો પર એકાધિકાર હોય, એવું ન હોવું જોઈએ કે મીડિયા પર તેમનો એકાધિકાર હોય, એવું ન હોવું જોઈએ કે સત્તાધારી પક્ષનો સંવૈધાનિક અને ન્યાયિક એજન્સીઓ જેવી કે IT, ED, ચૂંટણી આયોગ પર પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ હોય.
તેમણે કહ્યું કે કમનસીબીથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી, ચૂંટણી બોન્ડને લઈને જે તથ્યો બહાર આવ્યા છે તે ચિંતાજનક અને શરમજનક છે. તેનાથી દેશની છબીને ઠેસ પહોંચી છે. છેલ્લા 70 વર્ષમાં આપણા દેશમાં જે નિષ્પક્ષ ચૂંટણીઓ અને સ્વસ્થ લોકશાહીનું નિર્માણ થયું છે તેના પર સવાલ ઉઠ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Rajkot: બેફામ કારે સેન્ડવીચની લારી ચલાવતા વેપારીને કચડ્યો, અકસ્માત બાદ બાઈક 200 મીટર ઢસડાયું
શાસક પક્ષ ખતરનાક રમત રમી રહ્યો છે
ખડગેએ કહ્યું કે, ચૂંટણી ડોનેશન બોન્ડ જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. આ અંતર્ગત વર્તમાન સત્તાધારી પક્ષે પોતાના ખાતામાં હજારો કરોડથી વધુ રકમ જમા કરાવી છે, તો બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટીના બેંક ખાતાને કાવતરાપૂર્વક ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને પૈસાના અભાવે અમે સમાન રીતે ચૂંટણી લડી શકીએ નહીં. આ શાસક પક્ષની ખતરનાક રમત છે, તેની દૂરગામી અસરો પડશે કારણ કે જો લોકશાહીને બચાવવી હોય તો સમાનતા હોવી જરૂરી છે.
ADVERTISEMENT
ખડગેએ કહ્યું કે, શાસક પક્ષ દ્વારા ખતરનાક રમત રમાઈ રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ રાજકીય પક્ષને લાચાર બનાવીને ચૂંટણી લડવામાં અડચણો ઉભી કરવી તેને નિષ્પક્ષ ચૂંટણી કહી શકાય નહીં. સામાન્ય નાગરિકો જોઈ શકે છે કે ભાજપને ચૂંટણી ડોનેશન બોન્ડમાંથી 56 ટકા પૈસા મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર 11 ટકા જ મળ્યા છે.
ADVERTISEMENT
લોકશાહી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએઃ સોનિયા ગાંધી
આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, અમે લોકશાહીને બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. ઈલેક્ટોરલ બોન્ડથી ભાજપને ઘણો ફાયદો થયો છે. પ્રધાનમંત્રી કોંગ્રેસને અપંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, લોકતંત્ર પર હુમલો છે.
આ પણ વાંચો: પાટીદાર દીકરી પર વિવાદ કાજલ હિન્દુસ્થાનીની પ્રતિક્રિયા, કહ્યું- 'હું ભાગી નથી, સામનો કરવા તૈયાર છું'
'અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી'
આ દરમિયાન કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે, કોંગ્રેસ પોતાના પાર્ટી ફંડનો ઉપયોગ કરી શકતી નથી. અમે પ્રચાર માટે પૈસા ખર્ચવા સક્ષમ નથી. આ કેવા પ્રકારની લોકશાહી છે? તેઓ અમારી સામે 30 થી 35 જુના કેસ ખોલીને પૈસા વાપરવા દેતા નથી.
માકને કહ્યું કે, અમારી પાસે ઉમેદવારોને આપવા માટે પૈસા નથી. અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી. કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી નોટિસ 1994-1995 સાથે સંબંધિત છે. આ નોટિસ 14 માર્ચે આપવામાં આવી હતી. આ મામલો 30 વર્ષ જૂનો હોવાથી અત્યારે આ નોટિસ કેમ આપવામાં આવી છે.
અજય માકને કહ્યું કે, દરેક રાજકીય પક્ષને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં જ્યારે કોંગ્રેસ પર આવકવેરાના નિયમો લાગુ થતા નથી, તો પછી અમને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યા છે? અમને 100 ટકાથી વધુ દંડ ફટકારવામાં આવ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ અમારા બેંક ખાતામાંથી 115 કરોડ રૂપિયા બળજબરીથી બેંકોમાં ટ્રાન્સફર કર્યા છે. અમને 110 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT