ભાજપના ભરતી મેળામાં કુખ્યાત બુટલેગરના થયા હારતોરા! સ્ટેજ પર ફુલોથી કરાયું સન્માન

ADVERTISEMENT

Lok Sabha Election
Lok Sabha Election
social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને પહેલા ગુજરાત ભાજપમાં મોટી સંખ્યામાં ભરતી મેળો ચાલી રહ્યો છે. રોજે રોજ મોટી સંખ્યામાં નેતાઓ અને હોદ્દેદારો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ વચ્ચે છોટા ઉદેપુરમાં ભાજપનો ભરતી મેળો વિવાદમાં આવ્યો છે. હકીકતમાં ભાજપના આ ભરતી મેળામાં સ્ટેજ પર બુટલેગર જોવા મળ્યો હતો. આટલું જ નહીં બુટલેગરનું ભાજપ નેતા ગોરધન ઝડફિયા દ્વારા ફુલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જે અંગેનો વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી હાર્ટ એટેકની ઘટના, BJPના કોર્પોરેટરનું સારવાર મળતા પહેલા જ નિધન

સ્ટેજ પર બુટલેગરનું સન્માન કરાયું

હકીકતમાં છોટા ઉદેપુરમાં ભાજપના ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, ભાજપના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જેમની ઉપસ્થિતિમાં 200 જેટલા લોકોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે ભાજપના આ કાર્યક્રમમાં મધ્ય પ્રદેશના અલીરાજપુરના બુટલેગર ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ જયસ્વાલ પણ સ્ટેજ પર બેસાડવામાં આવ્યો હતો. આટલું જ નહીં મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા દ્વારા ફુલ આપીને બુટલેગર પિન્ટુ જસ્વાલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: Surat ના કીર્તિ ભુવાજીનો 'કાંડ', યુવતી સાથે પ્રેમનું નાટક કરી ઈજ્જત લૂંટી, પોલીસે કરી અટકાયત

બુટલેગર સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, છોટાઉદેપુરમાં ભાજપનું કાર્યાલય બનાવવા માટે બુટલેગરે જ પોતાની જમીન આપી હતી. 22 ડિસેમ્બર 2022ના રોજ છોટા ઉદેપુર SOG દ્વારા અલીરાજપુર ખાતેથી બુટલેગર પિન્ટુ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે દારૂના 8 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે વોટ માટે ભાજપના નેતાઓ દ્વારા આ રીતે સ્ટેજ પર બુટલેગરનું સન્માન કરાતા લોકો પણ સવાલો કરી રહ્યા છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT