ગુજરાતમાં ફરી હાર્ટ એટેકની ઘટના, BJPના કોર્પોરેટરનું સારવાર મળતા પહેલા જ નિધન
Surat News: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતમાં ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે.
ADVERTISEMENT
Surat News: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. સુરતમાં ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. કોર્પોરેટરને છાતીમાં દુઃખાવો શરૂ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક આ રીતે કોર્પોરેટરનું નિધન થઈ જતા પરિજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
આ પણ વાંચો: ગૌણ સેવાની વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે પહેલીવાર કોમ્પ્યુટરમાં પરીક્ષા, પ્રેક્ટિસ માટે શરૂ કરાઈ મોક ટેસ્ટ
કોર્પોરેટરને છાતીમાં દુઃખાવો ઉપડ્યો
સુરતમાં વોર્ડ નં.18ના ભાજપના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈને ઘરે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેમની તબિયત લથડી હતી. આથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક કોર્પોરેટરના નિધનથી પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તેમનું હાર્ટ એટેકથી મોત થયાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રંજનબેન-ભીખાજી ઠાકોરની જગ્યાએ BJP કોને ઉતારશે મેદાને? વડોદરા-બનાસકાંઠાથી આ નામો ચર્ચામાં
BJP કોર્પોરેટર અને હોદ્દેદારો હોસ્પિટલ પહોંચ્યા
ભાજપના કોર્પોરેટરના આ રીતે નિધન થયાની શહેરભરમાં ફેલાતા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ માટે કોર્પોરેટરના દેહને સ્મિમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ખબર મળતા જ ભાજપના અન્ય કોર્પોરેટરો તથા હોદ્દેદારો સ્મિમેર હોસ્પિટલમા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT