અમદાવાદમાં હવે કૂતરું પાળવા માટે લેવું પડશે લાઈસન્સ! જાણો કેટલી ફી ચૂકવવી પડશે

ADVERTISEMENT

Ahmedabad News
Ahmedabad News
social share
google news

Ahmedabad News: અમદાવાદ શહેરને 2030 સુધીમાં હડકવા મુક્ત કરવાનો AMC દ્વારા પ્લાન કરાયો છે. જેને લઈને હવે રખડતા કૂતરા પાળવા માટે ગાઈડલાઈન નક્કી કરાશે. સાથે જ કોઈ વ્યક્તિએ ઘરમાં કૂતરું પાળવું હોય તો પણ લાઈસન્સ લેવું પડશે. આ માટે લાઈસન્સની ફી રૂ.500થી રૂ.1000 વચ્ચે હોઈ શકે છે. આ સાથે કૂતરાને RFID ચીપ લગાવવાની રહેશે. રખડતા કૂતરાઓને પણ હડકવા વિરોધી રસી મૂકવાનો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: Gujarat Titansને ડબલ ઝટકો, CSK સામે હાર બાદ કેપ્ટન શુભમન ગિલને અમ્પાયરે ફટકાર્યો લાખોનો દંડ

પાળતું અને રખડતા શ્વાન માટે પોલિસી

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.

શ્વાન માલિકે શું સાવધાની રાખવી પડશે?

આ નિયમો મુજબ, શ્વાન માલિકે ધ્યાન રાખવું પડશે કે શ્વાનના કારણે આસપાસના લોકોને હેરાનગતિ ન થાય. શ્વાનના ગલુંડિયાને કોઈને આપવા કે વેચવા પર AMCને જાણ કરવાની રહેશે. આ સાથે શ્વાન હોય તેવા ઘરની બહાર બારકોડ લગાવવાનું પણ AMCનું આયોજન છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: TMKOCની જેનિફર મિસ્ત્રી અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીતી, કોર્ટે શું ચૂકાદો આપ્યો? 

અમદાવાદમાં 2 લાખથી વધુ રખડતા શ્વાન

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 2019માં થયેલી વસ્તી ગણતરી મુજબ અંદાજે 2.30 લાખ શ્વાન હતા. શહેરને હડકવા મુક્ત બનાવવા માટે દર વર્ષે શ્વાનને રસી આપવી પડે. સાથે જ શ્વાનને RFID ચીપ પણ લગાવાશે. આ માટે મ્યુનિ. 1.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે અને ટેન્ડર પણ બહાર પાડી દીધા છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT