TMKOCની જેનિફર મિસ્ત્રી અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીતી, કોર્ટે શું ચૂકાદો આપ્યો?
TMKOC Asit Modi: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મિસિસ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, જેનિફરે અસિત સામેનો કેસ જીતી લીધો છે.
ADVERTISEMENT
TMKOC Asit Modi: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગયા વર્ષે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની મિસિસ સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો. એક વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, જેનિફરે અસિત સામેનો કેસ જીતી લીધો છે.
અસિત કુમાર મોદીને 5 લાખનું વળતર આપવા આદેશ
Etimes સાથે વાત કરતા જેનિફર મિસ્ત્રીએ કહ્યું કે, અસિત કુમાર મોદીને કોર્ટ દ્વારા બાકીની રકમ અને ઈરાદાપૂર્વક પૈસા રોકી રાખવા માટે વળતર આપવાનો આદેશ આપાયો છે. કુમલ મળીને 25થી 30 લાખની રકમ. જાતીય સતામણી માટે વધારાના 5 લાખ આપવા કહેવાયું છે. કોર્ટનો આ ચૂકાદો 15 ફેબ્રુઆરી 2024ના રોજ આવી ગયો હતો, પરંતુ મને મીડિયા સાથે તેને શેર ન કરવા કહેવાયું હતું.
આ પણ વાંચો: બિગ બોસ વિનર Munawar Faruqui ને ઉઠાવી ગઈ મુંબઈ પોલીસ, શું છે મામલો?
નિર્ણય આવાના 40 દિવસ છતાં એક્ટ્રેસને પૈસા નથી મળ્યા
હાલમાં જ Aajtak સાથેની વાતચીતમાં જેનિફરે કેસ જીતવા પર કહ્યું- કેસનો નિર્ણય આવ્યાને 40 દિવસ વીતી ગયા છે. પ્રોડક્શન હાઉસે હજુ સુધી મને ચૂકવણી કરી નથી. મેં આટલા મહિનાઓ સુધી મહેનત કરી, સિરિયલોમાં કામ કર્યું, પણ મને આજ સુધી મારી મહેનતના પૈસા મળ્યા નથી. સૌ પ્રથમ, આ મારી મહેનતથી કમાયેલ પૈસા છે જે હું લેવાની હકદાર છું. મેં ન્યાય માટે કોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ એક વર્ષ પછી પણ મને મારા પૈસા મળ્યા નથી. આજ સુધી ન્યાય મળ્યો નથી.
ADVERTISEMENT
એક્ટ્રેસે કહ્યું- ચૂકાદાથી હું ખુશ નહીં
"અત્યાર સુધી ત્રણેયમાંથી કોઈને કોઈ સજા આપવામાં આવી નથી. મેં ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ સોહેલ અને જતીન બંનેને ચુકાદામાં સામેલ કરવામાં આવ્યા ન હતા. હું ખુશ નથી. આ પૈસા મારા છે અને સ્થાનિક સમિતિએ આદેશ આપ્યો છે, હું પૈસા લેવાની હકદાર છું. તેઓએ સાબિત કર્યું છે કે અસિત કુમાર મોદી જાતીય સતામણીના કેસમાં દોષી છે. જે હું શરૂઆતથી જાણતી હતી, તેમાં કંઈ નવું નથી. પરંતુ ત્રણેય મુક્તપણે ફરે છે."
આ પણ વાંચો: Ahmedabad માં ફરી કોરોનાની એન્ટ્રી, સ્વાઈન ફ્લૂના કેસમાં પણ અચાનક ઉછાળો, જુઓ કેટલા કેસ નોંધાયા
'હું છેલ્લા એક વર્ષથી આઘાતમાં'
"છેલ્લા એક વર્ષમાં હું કેવા પ્રકારના આઘાતમાંથી પસાર થઈ રહી છું તેનું શું? ત્રણેય લોકો આરામથી બહાર છે, લોકોને નિર્દોષ ગણાવી રહ્યા છે, પોઝ આપી રહ્યા છે. પરંતુ કેસના ચુકાદાએ ચોક્કસપણે આ સાબિત કર્યું છે. હું જૂઠું નહોતી બોલતી કે મેં કોઈ પ્રકારની વાર્તા બનાવી નથી. હું કોઈ વુમન કાર્ડ રમી નથી. મેં જે કહ્યું તે સત્ય હતું. મેં કોઈ સસ્તી પ્રસિદ્ધિ કરી નથી. શરૂઆતથી ઘણા લોકોએ મારા પર દોષારોપણ કર્યા. હું ફક્ત હકીકતો જ કહી રહી હતી. જે આજે સાચું નીકળ્યું. હું માત્ર એક વાતથી ખુશ છું કે મેં જે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો તેને માન્યતા મળી છે. જો કે, "મને નથી લાગતું કે મને કોઈ યોગ્ય ન્યાય મળ્યો છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: IPL 2024: રવિન્દ્ર જાડેજાનો રિવાબાને 'હૂકમ'! પતિ-પત્ની મજાક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ
અગાઉ 'તારક મહેતા'એ પણ કર્યો હતો કેસ
તમને જણાવી દઈએ કે માત્ર જેનિફર જ નહીં, પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બાકીની કાસ્ટમાંથી પણ ઘણા લોકો સામે આવ્યા હતા, જેમણે અસિત મોદી વિરુદ્ધ વાતો કરી હતી. જેનિફર તે સમયે લાઇમલાઇટમાં આવી હતી. શૈલેષ લોઢાએ પણ કહ્યું હતું કે, તેમના પૈસા પ્રોડક્શન હાઉસે આપ્યા નથી. આ માટે તેમણે કેસ દાખલ કર્યો હતો, જેમાં એક્ટરનો વિજય થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT