Gujarat Titansને ડબલ ઝટકો, CSK સામે હાર બાદ કેપ્ટન શુભમન ગિલને અમ્પાયરે ફટકાર્યો લાખોનો દંડ

ADVERTISEMENT

Shubman Gill
Shubman Gill
social share
google news

Shubman Gill fined: ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ના કેપ્ટન શુભમન ગિલ માટે IPLની 17મી સિઝનની બીજી મેચ સારી રહી ન હતી. સૌપ્રથમ, ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ટીમની સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

IPLના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે IPLની ન્યૂનતમ ઓવર રેટ સંબંધિત આચાર સંહિતા હેઠળ આ તેની ટીમનો સીઝનનો પ્રથમ ગુનો હતો.'

આ પણ વાંચો: TMKOCની જેનિફર મિસ્ત્રી અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ જીતી, કોર્ટે શું ચૂકાદો આપ્યો?

CSKએ ગુજરાતને 63 રને હરાવ્યું

ગિલની આગેવાની હેઠળની ટીમને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે તેમને 63 રનથી હરાવ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રથમ વખત IPL ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરી રહેલા ગિલના નેતૃત્વમાં ટાઇટન્સે મુંબઇ ઇન્ડિયન્સ સામેની તેમની પ્રથમ મેચ 6 રને જીતી હતી.

આ પણ વાંચો: બિગ બોસ વિનર Munawar Faruqui ને ઉઠાવી ગઈ મુંબઈ પોલીસ, શું છે મામલો?

મેચમાં હાર બાદ ગિલે શું કહ્યું?

ગિલે મેચ બાદ કહ્યું, 'તેઓએ (CSK) અમને બેટિંગમાં હરાવ્યા અને પછી જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનું કામ ઘણું સારું હતું.' તેણે કહ્યું, 'અમે પાવરપ્લેમાં સારા રન બનાવી શક્યા નથી. અમને 190 થી 200 રનના લક્ષ્યની અપેક્ષા હતી કારણ કે તે સારી વિકેટ હતી. પરંતુ અમે બેટિંગમાં નિરાશ થયા.

ADVERTISEMENT

બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ CSKએ છ વિકેટે 206 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શકી હતી.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT