અમદાવાદમાં ફરી એકવાર રહીશો અને PG માલિકો વચ્ચે ઉગ્ર બબાલ, મામલો પોલીસમાં પહોંચ્યો

ADVERTISEMENT

Ahemdabad News
અમદાવાદમાં રહીશો અને PG-માલિકો વચ્ચે ઝઘડો
social share
google news

Ahemdabad News: ફરી એકવાર અમદાવાદમાં સ્થાનિક અને PGને લઈને વિવાદ થયો છે. આ વખતે શહેરના આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોએ  પીજીમાં રહેતા યુવક યુવતીના વર્તનને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. અમદાવાદની નીલકંઠ  એલીગન્સમાં PGમાં રહેનારના પાસ વગર એન્ટ્રી આપવાનો ઈન્કાર કરતા હોબાળો થયો છે. કેટલીક સોસાયટીઓએ સેફટી માટે પ્રવેશ માટે ફરજીયાત પાસ સિસ્ટમ અમલી બનાવી છે એવામાં આ સોસાયટીમાં પણ આવ જ મામલે બબાલ થઈ હતી. વાત એવી હતી કે, પીજીમાં રહેતા લોકો પાસે પાસ  ન હોવાથી એન્ટ્રી ન આપવામાં આવી જેને કારણે આ મુદ્દે બોલચાલ શરૂ થઈ હતી. સ્થાનિકોએ પીજીમાં રહેતા યુવક યુવતી પર કટેલાક આરોપ લગાવતા ત્યાંના લોકોને હેરાનગતિ થયા હોવાનો આક્ષેપ લગાવમાં આવ્યો છે.   

સ્થાનિકોએ છોકરા-છોકરીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

શહેરના સ્થાનિકો દ્વારા પીજીમાં રહેતા છોકરા-છોકરીઓ પર કેટલાક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા જેમ કે, ત્યાં તે લોકો દાદાગીરી કરતા અને નશો કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવક-યુવતીઓ જાહેરમાં ચેનચાળા કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ કર્યો છે. તો બીજી તરફ PGના યુવક-યુવતીઓએ પણ સ્થાનિકો પર કેટલાક આરોપ લગાવ્યા છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને મકાન માલિકે કોઇ નોટિસ આપ્યા વિના જ  મકાન ખાલી કરવાનું કહે છે. સમગ્ર બબાલની જાણ થતાં આનંદનગર પોલીસે ઘટનાસ્થળ પહોંચી હતી અને આ મામલને શાંત પડ્યો હતો. જોકે વર્ષોથી અમદાવાદમાં મોટી પીજી સિસ્ટમ ચાલે છે.  

આ પણ વાંચો:- Anand માં નહેર ઓવરફ્લો થતા 200 વીઘામાં તૈયાર ટામેટાંનો પાક બરબાદ, ખેડૂતોની મહેનત પાણીમાં

જરૂર પડશે તો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખી જાણ કરવામાં આવશે

આ મામલો એટલો ગરમાયો હતો કે આનંદનગરની નીલકંઠ સોસાયટીના સ્થાનિકો દ્વારા PG બંધ કરાવવા મામલે હવે વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર અને કોર્પોરેટરોને મળી રજૂઆત કરશે અને જો જરૂર પડશે તો કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને પણ જાણ કરવામાં આવશે. હાલમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ આ મામલે અરજી આપવામાં આવી છે. સોસાયટીમાં રહેતા સ્થાનિકો અનુસાર પીજીના કારણે તેમનાં બાળકો પર ખરાબ અસર પડી રહી છે અને ત્રાસ વધી ગયો હોવાથી PG બંધ કરાવવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અવરજવર માટે પાસ અપાશે.

    follow whatsapp

    ADVERTISEMENT