T20 વર્લ્ડ કપ માટે કાવતરું ઘડી રહ્યા છે આતંકવાદીઓ, પાકિસ્તાન તરફથી મળી ધમકી... ICCનું વધ્યું ટેન્શન

Gujarat Tak

06 May 2024 (अपडेटेड: May 6 2024 11:42 AM)

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપની મેજબાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે.

T20 World Cup 2024

T20 World Cupમાં આતંકી હુમલાનો ખતરો

follow google news

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપની મેજબાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે. ટૂર્નામેન્ટની કેટલીક મેચ ન્યૂયોર્કમાં અને કેટલીક મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. વર્લ્ડ કપ પહેલા હવે ટૂર્નામેન્ટ પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પાકિસ્તાનથી વર્લ્ડ કપના આયોજનને ળઈને કેરેબિયન ટાપુઓને આતંકી હુમલાની ધમકી આવી છે. 

આ પણ વાંચો

'તમામ ટીમોની સુરક્ષા અમારી પ્રાથમિકતા'

આતંકી હુમલાની ધમકી આવ્યા વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના CEOએ કહ્યું કે જે શહેરોમાં વર્લ્ડ કપની મેચો રમાશે, અમે ત્યાંના અધિકારીઓની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. વર્લ્ડ કપને લઈને કોઈ જોખમ નથી અને અમે દરેક રીતે પ્લાન બનાવી રહ્યા છીએ. જેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલા તમામ દેશોને ખાતરી આપી છે કે તમામ ટીમોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

નાશિર પાકિસ્તાન તરફથી મળી ધમકી 

વાસ્તવમાં, વર્લ્ડ કપ 2024માં આતંકવાદી હુમલાની ધમકી પ્રો-ઈસ્લામિક સ્ટેટની પ્રચારિક ચેનલ 'નાશિર પાકિસ્તાન'ના માધ્યમથી મળી છે. આ ચેનલ આતંકવાદી સંગઠનનો પ્રચાર કરે છે અને આ પ્રકારની ધમકીઓ મોકલે છે.

    follow whatsapp