Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર બાદ તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને હંમેશ માટે અલવિદા કહી દેશે. સુનિલ છેત્રીએ ગુરુવારે (16 મે ) જાહેરાત કરી હતી કે તે 6 જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. સુનીલની નિવૃત્તિથી ભારતીય ફૂટબોલમાં શૂન્યાવકાશ સર્જાશે, જેને ભરવું મુશ્કેલ બનશે.
ADVERTISEMENT
આ પણ વાંચો:- Virat Kohli on Retirement : શું 'કિંગ કોહલી'નો આ છેલ્લો વર્લ્ડકપ? ભાવુક થઈને ક્રિકેટરે કહી આ વાત
છેત્રીએ નિવૃત્તિની કરી જાહેરાત
છેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરેલા એક વીડિયો સંદેશ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. 39 વર્ષના સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે. 39 વર્ષીય છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 150 મેચ રમી અને 94 ગોલ (26 માર્ચ સુધી) કર્યા. સુનિલે લગભગ 9 મિનિટ 51 સેકન્ડના વીડિયોમાં નિવૃત્તિ લેવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. સુનિલે એક્સ પર શેર કરેલા આ વીડિયોમાં લખ્યું છે કે, હું તમને કંઈક કહેવા માંગુ છું.
નિવૃત્તિના વીડિયોમાં ભાવુક થયો સ્ટાર ખેલાડી
છેત્રી તેના નિવૃત્તિના વીડિયોમાં ભાવુક દેખાયો હતો, જે દરમિયાન તેને તેની ડેબ્યૂ મેચ યાદ આવી હતી. આ સમય દરમિયાન તેણે સુખી સરને યાદ કર્યા, જેઓ તેમના પ્રથમ રાષ્ટ્રીય ટીમના કોચ હતા. છેત્રીએ કહ્યું કે તેણે તેને પ્રથમ મેચ દરમિયાન કહ્યું હતું કે, હવે તમે શરૂઆત કરી શકો છો. છેત્રીએ કહ્યું કે તે લાગણી વ્યક્ત કરી શકતો નથી, તેણે તે મેચમાં જ પહેલો ગોલ કર્યો હતો. જ્યારે તેણે રાષ્ટ્રીય ટીમની જર્સી પહેરી હતી ત્યારે એક અલગ જ અહેસાસ થતો હતો. તે પોતાના ડેબ્યુનો દિવસ ક્યારેય ભૂલી શકે તેમ નથી.
ADVERTISEMENT
