Virat Kohli on Retirement : શું 'કિંગ કોહલી'નો આ છેલ્લો વર્લ્ડકપ? ભાવુક થઈને ક્રિકેટરે કહી આ વાત
IPL 2024 Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં IPLમાં ધૂમ મચાવી રહ્યા છે. એક તરફ ફેન્સ હંમેશા કોહલીને મેદાન પર રમતા જોવા માંગે છે. તો બીજી તરફ ફેન્સના મનમાં એ પણ સવાલ રહે છે કે જો વિરાટ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ લેશે તો શું થશે?
ADVERTISEMENT
IPL 2024 Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) આ દિવસોમાં IPLમાં ધૂમ મચાવી રહ્યા છે. એક તરફ ફેન્સ હંમેશા કોહલીને મેદાન પર રમતા જોવા માંગે છે. તો બીજી તરફ ફેન્સના મનમાં એ પણ સવાલ રહે છે કે જો વિરાટ કોહલી ક્રિકેટમાંથી સંન્યાસ (Virat Kohli retirement plans) લેશે તો શું થશે? ત્યારે હવે વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં તેમના સન્યાસને લઈને ખુલીને વાત કરી છે અને કહ્યું છે કે તેઓ તેમના કરિયરમાં બધું જ કરવા માંગે છે, જેથી તેમને બાદમાં કોઈ પસ્તાવો ન થાય.
સંન્યાસ બાદ પસ્તાવા માંગતા નથી કોહલી
વિરાટ કોહલીએ પોતાના સંન્યાસને લઈ કહ્યું કે, એક ખેલાડી તરીકે અમારા કરિયરની પણ અંતિમ તારીખ હોય છે. હું દરરોજ મેદાન પર મારી ટીમ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા માંગું છું. હું મારા કરિયરને એ વિચારીને ખતમ કરવા નથી માંગતો કે મેં તે દિવસોમાં આવું ન કર્યું. દરેક દિવસ સરખો નથી હોતો. મારું કામ પૂરૂં થઈ જશે અને હું ચાલ્યો જઈશ, જે બાદ તમે થોડા સમય માટે મને જોઈ શકશો નહીં. બસ હું કોઈ કામ અધૂરું છોડીને અફસોસ કરવા નથી માંગતો. જ્યાં સુધી રમીશ ત્યાં સુધી હું મારું સર્વસ્વ આપવા માંગુ છું. બસ આ વિચારીને જ હું આગળ વધું છું.
"I wanna give it everything I have till the time I play, and that's the only thing that keeps me going" 🤌
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2024
Virat's emotional but promising words while talking at the @qatarairways Royal Gala Dinner. 🗣️#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/htDczGQpNf
IPL 2024માં વિરાટ કોહલીએ બનાવ્યા રિકોર્ડ
IPL 2024માં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વિરાટ કોહલી આ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. 13 મેચોમાં વિરાટ કોહલીએ 661 રન બનાવ્યા છે. આ સિઝનમાં કોહલીની બેટમાંથી એક સદી પણ નીકળી છે. આ સાથે વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયા છે. વિરાટ કોહલી આ સિઝનમાં કોઈપણ એક ફ્રેન્ચાઇઝી માટે 250થી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયા છે. હવે વિરાટ કોહલીની નજર 18 મેના રોજ CSK સાથે RCBની મહત્વપૂર્ણ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને પ્લેઓફમાં લઈ જવા પર રહેશે.
ADVERTISEMENT
Pressure, what’s that? Form, it’s only a myth! 👑
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 15, 2024
He’s fearless. He’s unstoppable. He’s hungry. He’s inevitable. Timeless, that’s what he is. 🐐
And he’s coming for it… 😇
This is Royal Challenge presents RCB Shorts.#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 pic.twitter.com/qLedRPnH1v
18 મે વિરાટ કોહલી માટે પણ ખાસ
18મી મેના રોજ RCB અને CSK વચ્ચે મહત્વની મેચ રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. તો વિરાટ કોહલીનો પણ 18 મે સાથે ખાસ સંબંધ છે. IPL ઈતિહાસમાં વિરાટ કોહલીએ 18મી મેના રોજ 2 સદી ફટકારી ચૂક્યા છે. વિરાટે કોહલીએ વર્ષ 2016માં પંજાબ સામે એક સદી અને વર્ષ 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે બીજી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર વિરાટ કોહલી 18મી મેના રોજ સદી ફટકારવા માંગશે.
ADVERTISEMENT