SHUBMAN GILL INTERVIEW: GILL એ T20 WORLD CUP ને લઈ કહી મોટી વાત, વર્લ્ડ કપમાં શું નહીં દેખાય?

Gujarat Tak

26 Apr 2024 (अपडेटेड: Apr 26 2024 3:47 PM)

SHUBMAN GILL INTERVIEW: શુભમન ગિલના T20 વર્લ્ડ કપ 2024 માં રમવા પર સવાલો ઉઠી રહ્યા છે. રોહિત શર્માની સાથે ઓપનર તરીકે વિરાટ કોહલીને પણ અજમાવવાની વાતો ચાલી રહી છે. જો આમ થશે તો આ યુવા બેટ્સમેનની પસંદગી જોખમમાં આવી શકે છે.

SHUBMAN GILL INTERVIEW

T20 વર્લ્ડ કપવિષે શું બોલ્યો શુભમન?

follow google news

SHUBMAN GILL INTERVIEW: શુભમન ગિલના T20 વર્લ્ડ કપ 2024 માં રમવા પર સવાલો ઉઠી રહ્યા છે. રોહિત શર્માની સાથે ઓપનર તરીકે વિરાટ કોહલીને પણ અજમાવવાની વાતો ચાલી રહી છે. જો આમ થશે તો આ યુવા બેટ્સમેનની પસંદગી જોખમમાં આવી શકે છે. શુભમન ગિલ પણ યશસ્વી જયસ્વાલના પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ સ્પોર્ટ્સ તક સાથે વાત કરતી વખતે, શુભમને સ્પષ્ટ કર્યું કે તે આ વિશે વધુ વિચારી રહ્યો નથી. તેનું ધ્યાન IPL 2024 માં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ અને આ ટીમને પ્લેઓફમાં લઈ જવા પર છે. તેની પસંદગીને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો પર શુભમને કહ્યું કે, તેણે છેલ્લી સિઝન એટલે કે આઈપીએલ 2023 માં લગભગ 900 (890) રન બનાવ્યા હતા.

આ પણ વાંચો

T20 વર્લ્ડ કપવિષે શું બોલ્યો શુભમન?

T20 વર્લ્ડ કપમાં પસંદગીના સવાલો પર શુભમને સ્પષ્ટ કહ્યું કે, તે દેશ માટે રમવા માંગે છે પરંતુ પસંદગી સિલેક્ટરના હાથમાં છે. વધુમાં કહ્યું કે, તેનું નામ ટીમમાં છે કે નહીં તે અંગે તે વધુ વિચારી રહ્યો નથી. આ સમયે તેને જે  IPL ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપી રહ્યો છે. ખાસ કરીને આ સમયે તેના ખેલાડીઓને તેની સૌથી વધુ જરૂર છે. મોટા ભાગના પ્રશ્નના જવાબમાં T20 વર્લ્ડ કપમાં પોતાના સ્થાન વિશે વાત કરવામાં આવી ત્યારે તેમને ઉલેખ કર્યો છે કે તે અત્યારે IPL 2024 ને ધ્યાને રાખી રહ્યો છે. એટલા માટે શું આ વાત એ સંદેશ આપી રહી છે કે વર્લ્ડ કપમાં શુભમન ગિલ નહીં દેખાય? જોકે, સંપૂર્ણ ઇન્ટરવ્યૂ દરમિયાન આ પ્રકારની કોઈ પણ વાત પર તેમના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આ એક પ્રકારના અનુમાનના ધોરણે ધારણ માનવવામાં આવી રહી છે. 

IPL 2024: કોહલીએ રચ્યો ઈતિહાસ, 'વિરાટ' રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો

શુભમન  IPL 2024 કેવું છે પર્ફોમન્સ

શુભમને IPL 2024માં ગુજરાતની કેપ્ટનશીપમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે આ સિઝનમાં 300 રનનો આંકડો પૂરો કર્યો છે. સાઈ સુદર્શન (334) બાદ તે ગુજરાત માટે 300 રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. જોકે તેની કેપ્ટનશિપમાં ટીમ પ્લેઓફની રેસમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. ટીમને નવ મેચમાં માત્ર ચાર જીત મળી છે.


 

    follow whatsapp