IND vs ENG Test: Shubman Gill ની 332 દિવસ બાદ સદી, સહિન-કોહલીના આ ખાસ ક્લબમાં એન્ટ્રી મળી

Yogesh Gajjar

• 09:28 AM • 04 Feb 2024

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં શુભમન ગિલની શાનદાર સદી. શુભમન ગિલે બીજી ઈનિંગ્સમાં 132 બોલમાં સદી ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી. 332 દિવસ બાદ…

shubman Gill Century

shubman Gill Century

follow google news
  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં શુભમન ગિલની શાનદાર સદી.
  • શુભમન ગિલે બીજી ઈનિંગ્સમાં 132 બોલમાં સદી ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી.
  • 332 દિવસ બાદ શુભમન ગિલના બેટથી ટેસ્ટ મેચમાં સદી આવી છે.

India vs England 2nd Test, Shubman Gill: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે (4થી ફેબ્રુઆરી) ભારતીય બેટ્સમેન શુભમન ગિલની ચમક જોવા મળી હતી. ગિલે ભારતની બીજી ઇનિંગમાં વિસ્ફોટક સદી ફટકારી છે. ગિલે 132 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. જો કે સદી બાદ તે પોતાની ઇનિંગ્સને આગળ લઇ જઈ શક્યો ન હતો અને શોએબ બશીરના બોલ પર આઉટ થયો હતો. ગિલે 147 બોલમાં 104 રનની ઇનિંગ રમી જેમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી.

આ પણ વાંચો

332 દિવસ બાદ સદી

જો જોવામાં આવે તો શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 332 દિવસ અને 12 ઈનિંગ્સ બાદ સદી ફટકારી છે. આ પહેલા ગિલની છેલ્લી સદી 9 માર્ચ 2023ના રોજ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. તે સદી બાદ ગિલ 12 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આ ઇનિંગ્સમાં, ગિલે 13, 18, 6, 10, 29*, 2, 26, 36, 10, 23, 0 અને 34 રનની ઇનિંગ્સ રમી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ગિલનું બેટ સંપૂર્ણ રીતે શાંત હતું અને તે ચાર ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 74 રન જ બનાવી શક્યો હતો.

24 વર્ષના શુભમન ગિલનો રેકોર્ડ

આ સદી સાથે 24 વર્ષના શુભમન ગિલે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. ગિલ 24 વર્ષની ઉંમરમાં 10 આંતરરાષ્ટ્રીય સદી કરનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. ગિલ પહેલા, માત્ર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી 24 વર્ષની ઉંમરે 10 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યા હતા. તમને જણાવી દઈએ કે ગિલે વન ડેમાં સાત સદી અને ટી20 ઈન્ટરનેશનલમાં પણ એક સદી ફટકારી છે.

6 વર્ષ બાદ ભારતીય બેટરની ત્રીજા નંબરે સદી

એટલું જ નહીં, છ વર્ષથી વધુ સમય પછી કોઈ ભારતીય ખેલાડીએ ઘરઆંગણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ટેસ્ટ સદી ફટકારી છે. અગાઉ, હોમ ગ્રાઉન્ડ પર ભારત માટે નંબર-3 પર છેલ્લી સદી નવેમ્બર 2017માં ચેતેશ્વર પૂજારાએ ફટકારી હતી. ત્યારે પુજારાએ નાગપુરમાં શ્રીલંકા સામે સદી ફટકારી હતી.

અગાઉ ચેતેશ્વર પુજારા ત્રીજા નંબરે રમતો

ચેતેશ્વર પૂજારા ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ બાદ બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે ગિલને ત્રીજા નંબર પર ઉતારવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી અત્યાર સુધી ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો છે. ત્રીજા નંબર પર બેટિંગ કરીને તેણે પ્રથમ વખત ટેસ્ટ સદી ફટકારી છે. ગિલે પણ સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો છે. ગિલે 22 ટેસ્ટ મેચોમાં 31.60ની એવરેજથી 1201 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને ચાર અડધી સદી સામેલ છે.

અનિલ કુંબલેએ ગિલ પર સવાલ ઉઠાવ્યા હતા

હાલમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ પણ ગિલના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. કુંબલેએ કહ્યું હતું કે ચેતેશ્વર પૂજારાને ક્યારેય ટીમમાં એવી સુરક્ષા મળી નથી જે રીતે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા શુભમન ગિલને મળી હતી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પસંદગીકારો આગામી 3 મેચોમાં ટીમ ઇન્ડિયામાં ફેરફાર વિશે ચોક્કસપણે વિચારશે. જ્યારે રવિ શાસ્ત્રીએ કોમેન્ટ્રી દરમિયાન ગિલ વિશે કહ્યું હતું કે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂજારા બહાર રાહ જોઈ રહ્યો છે. રણજીમાં તેનું ફોર્મ શાનદાર રહ્યું છે.

ગિલનો વનડે રેકોર્ડ શાનદાર છે

જો આપણે શુભમન ગિલના ક્રિકેટ આંકડાઓ પર નજર કરીએ તો તેનું બેટ ODIમાં ઘણું ગર્જે છે. ગિલે અત્યાર સુધી 44 વનડેમાં 61.37ની એવરેજ અને 103.46ની સ્ટ્રાઈક રેટથી 2271 રન બનાવ્યા છે. તેમાં 6 સદીનો પણ સમાવેશ થાય છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ગિલનું પ્રદર્શન સંતોષકારક હતું, જ્યાં તેણે 9 મેચમાં 44.25ની એવરેજ અને 106.94ની સ્ટ્રાઈક રેટથી 354 રન બનાવ્યા હતા. બીજી તરફ, ગિલ 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે, જેમાં તેણે 25.76ની એવરેજ અને 147.57ની સ્ટ્રાઈક રેટથી 335 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે.

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

    follow whatsapp