લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલાયું? સરકારે ગણાવ્યું 'સરદાર પટેલ સ્ટેડિયમ'

Gujarat Tak

15 Mar 2024 (अपडेटेड: Mar 15 2024 5:43 PM)

Narendra Modi Stadium: શું ગુજરાત સરકારે અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તાજેતરમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન પર તૈયારી અંગે માહિતી ખાતાની પ્રેસનોટ બહાર આવી હતી. આ પ્રેસનોટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ સરદાર પટેલ સ્ટેડિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

Narendra Modi Stadium

Narendra Modi Stadium

follow google news

Narendra Modi Stadium: શું ગુજરાત સરકારે અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તાજેતરમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન પર તૈયારી અંગે માહિતી ખાતાની પ્રેસનોટ બહાર આવી હતી. આ પ્રેસનોટમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની જગ્યાએ સરદાર પટેલ સ્ટેડિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો

આ પણ વાંચો: Amitabh Bachchan મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

માહિતી ખાતાની પ્રેસ નોટમાં બદલાયું સ્ટેડિયમનું નામ

નવજીવન ન્યૂઝના અહેવાલ મુજબ, ગત બુધવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ને લઈને અમદાવાદમાં આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બાદ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રેસ નોટ બહાર પાડીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

માહિતી ખાતાના પ્રેસ નોટના અંશો,  અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો.

આ પણ વાંચો: AMC Junior Clerk Bharti: ક્લાર્કની નોકરી માટે ઉત્તમ તક, જાણો પગાર સહિત અરજીની વિગતો

જે બાદ ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરી નાખ્યું છે?
 
    follow whatsapp