Amitabh Bachchan મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી

ADVERTISEMENT

અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી
Amitabh Bachchan Angioplasty
social share
google news

Amitabh Bachchan Angioplasty: બૉલીવુડના 'બિગ બી' ને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. આજ રોજ અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. આજે સવારે 6 કલાકે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

2018માં પણ ખભાના ભાગમાં પહોંચી હતી ઇજા

આ પહેલા પણ 2018માં 'ઠગ્સ ઑફ હિન્દુસ્તાન'ના સેટ પર અમિતાભને એક એક્શન સીન કરતી વખતે ખભામાં ઈજા પહોંચી હતી. તેમને બોડી ડબલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેણે એક્શન સીન જાતે શૂટ કર્યા. ભારે એક્શન કરતી વખતે તેમને આ ઇજા પહોંચી હતી. જોકે આ ઇજા એટલી ગંભીર નહોતી. આ સિવાય 2022માં કૌન બનેગા કરોડપતિ 14ના સેટ પર અમિતાભ બચ્ચનના પગની નસ ધાતુના ટુકડાથી કપાઈ ગઈ હતી. સેટ પર લોહી વહેવા લાગ્યું હતું એટેલે તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બે વખત કોવિડ સંક્રમિત પણ થયા છે બિગ બી

કોરોના મહામારી દરમિયાન પણ અમિતાભ બચ્ચન બે વખત કોવિડથી સંક્રમિત થયા હતા. આ સિવાય બચ્ચનના ઘરમાંથી તેમનો પુત્ર અભિષેક પણ કોરોના સંકતમિત થયો હતો. એ સમયે પણ બિગ બી બે મહિનાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT