સિડનીના શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગથી અફરાતફરી, 5 લોકોનાં મોત

Gujarat Tak

• 03:12 PM • 13 Apr 2024

Sydney Knife Attack: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં છરાબાજીની ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

Sydney Knife Attack

Sydney Knife Attack

follow google news

Sydney Knife Attack: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં છરાબાજીની ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી, ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટ news.com.au ના અહેવાલ મુજબ, સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને છરા મારવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો

આ પણ વાંચો: Weather Update: રાજ્યમાં ફરી ગાજવીજ સાથે થશે વરસાદની આગાહી, અંબાલાલે કરી 'માઠી' આગાહી

પોલીસે મોલમાંથી લોકોને બહાર કાઢ્યા

એક સાક્ષીએ news.com.au ને જણાવ્યું કે પોલીસ ઘણી દુકાનોમાં પીડિતોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી, જ્યારે ભીડવાળા મોલમાં આખા ફ્લોર પર લોહી ફેલાયેલું હતું. શનિવારે છરાબાજીની ઘટના બાદ સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શનિવારની સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી." લોકોને આ વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી છે. ઘટના અંગે પૂછપરછ ચાલુ છે.

જીવ બચાવવા લોકો દુકાનની અંદર છુપાયા

સ્થાનિક મીડિયા અહેવાલોમાં એક છોકરી દ્વારા તેના માતાપિતાને મોકલવામાં આવેલા ટેક્સ્ટ સંદેશનું વર્ણન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે ગોળીબાર સાંભળ્યો હતો અને તે પોતાનો જીવ બચાવવા શોરૂમની અંદર છુપાઈ ગઈ હતી. આ ઘટના બાદ મોલની અંદરના અન્ય દુકાનદારોએ પણ લોકોનો જીવ બચાવવા તેમના શટર બંધ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે અન્ય ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં લોકો ગભરાટમાં મોલની બહાર દોડી રહ્યા હતા અને પોલીસ વાહનો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: 'માત્ર 5 વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય', હવે કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!

હુમલાખોર પર લોકોએ કર્યો હુમલો

ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વેબસાઈટ news.com.au અહેવાલ મુજબ, 'જ્હોની સેન્ટોસ અને કેવિન ત્જો વૂલવર્થ્સમાં ખરીદી કરી રહ્યા હતા ત્યારે કોઈ એસ્કેલેટર પરથી નીચે આવ્યું અને બૂમો પાડવાનું શરૂ કર્યું કે એક વ્યક્તિ લોકોને છરી મારી રહ્યો છે. ત્યારે તેણે લીલો શર્ટ પહેરેલ એક વ્યક્તિને એસ્કેલેટર નીચે દોડતો જોયો. આ માણસ ડ્રગ્સના પ્રભાવ હેઠળ લાગતો હતો. ઉપરના માળેથી લોકોએ હુમલાખોરને નિશાન બનાવીને બોલાર્ડ ફેંકવાનું શરૂ કર્યું. બે લોકોએ ફેંકેલા બોલાર્ડ હુમલાખોરને અથડાયા અને તે એસ્કેલેટર પરથી પાછો ભાગી ગયો.

    follow whatsapp