Lok Sabha Election 2024: શું કોંગ્રેસના 1984ના રોકોર્ડને તોડી શકશે ભાજપ?, જાણો રામ મંદિરથી કેવો સર્જાયો રાજકીય માહોલ

malay kotecha

• 11:42 AM • 22 Jan 2024

Ram Mandir Impact On Lok Sabha Election 2024 For BJP: દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય દળોએ પોત-પોતાની તૈયારીઓ તેજ કરી દીધી…

gujarattak
follow google news

Ram Mandir Impact On Lok Sabha Election 2024 For BJP: દેશમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય દળોએ પોત-પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વખતે કેન્દ્રની સત્તા પરથી મોદી સરકારને હટાવવા માટે વિપક્ષી પાર્ટી એક થઈ ગઈ છે. આના પર ભારતીય જનતા પાર્ટીએ મોટો દાવ ખેલ્યો છે. પાર્ટીએ પોતાના જૂના ચૂંટણી વાયદાને પૂરો કર્યો છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપ આ રામમય માહોલમાં કોંગ્રેસના 1984ના રેકોર્ડને તોડી શકશે? ચાલો જાણીએ કે રામ મંદિરને લઈને કેવો રાજકીય માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ તરફી માહોલ

દેશમાં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. રાજીવ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીએ 404 સીટો પર બમ્પર જીત નોંધાવી હતી. તે સમયે ભારતીય જનતા પાર્ટીને માત્ર 2 સીટો મળી હતી. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ માટે એવો જ માહોલ બનતો જોવા મળી રહ્યો છે. ભલે તે ધાર્મિક કાર્યક્રમ હતો, પરંતુ બધા જાણે છે કે રામ મંદિરનું નિર્માણ વડાપ્રધાનના નેતૃત્વમાં થયું છે.

ભાજપે 400થી વધુ સીટો જીતવાનું રાખ્યું છે લક્ષ્ય

વર્ષ 1984માં જેવો કોંગ્રેસની તરફેણમાં ચૂંટણીનો માહોલ હતો, આજે એવો જ માહોલ ભાજપની તરફેણમાં જોવા મળી રહ્યો છે. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 પ્લસ સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીનું સૌથી વધારે ફોક્સ ઉત્તર પ્રદેશ પર છે, જ્યાં રામલલાનું જન્મ સ્થળ છે. ભાજપે ઉત્તર પ્રદેશની તમામ 80 સીટો પર જીત મેળવવા માટે તમામ વર્ગો (હિંદુ અને મુસ્લિમ)ને સાધવાનું શરૂ કર્યું છે.

રામ મંદિરના સહારે BJP 300 સીટો સુધી પહોંચી

ભૂતકાળ પર નજર કરીએ તો રામ મંદિર ભાજપ માટે વરદાન સાબિત થયું છે. રામ મંદિરે ભાજપને કેન્દ્રની સત્તા સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે. તેના દ્વારા જ પાર્ટીએ આજે ​​2 સીટથી 300 સીટો સુધીની સફર નક્કી કરી છે. 1996થી 2019 સુધીની દરેક લોકસભા ચૂંટણીમાં પાર્ટીના મેનિફેસ્ટોમાં રામ મંદિરના મુદ્દાને મુખ્ય રીતે સામેલ કરવામાં આવ્યો હતો. ભાજપને પણ આનો ફાયદો થયો અને પાર્ટીએ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની પકડ મજબૂત બનાવી.

વિપક્ષી પાર્ટીઓ થઈ ગઈ છે એક

જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કોઈ આશા પણ ન હતી ત્યારે લોકોએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મતદાન કરીને પાર્ટીને કેન્દ્રમાં સત્તા સોંપી. 500 વર્ષની રાહ જોયા બાદ આજે રામલલા પોતાના ઘરે પરત ફર્યા છે. આવી સ્થિતિમાં પાર્ટીને તેનો ફાયદો લોકસભા ચૂંટણી 2024માં મળી શકે છે, તેથી પાર્ટીની નજર 400 પ્લસ સીટો પર છે. જોકે, આ વખતે લડાઈ ઘણી કપરી છે, કારણ કે તમામ વિપક્ષી પાર્ટીઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હવે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ ખબર પડશે કે જનતાએ કયા પક્ષને બહુમતી આપી છે.

 

    follow whatsapp