India-Canada News: કેનેડિયન નાગરિકો માટે ભારતમાં નો-એન્ટ્રી, કેન્દ્ર સરકારે વીઝા પર રોક લગાવી

Yogesh Gajjar

21 Sep 2023 (अपडेटेड: Sep 21 2023 8:03 AM)

India-Canada Tension: કેનેડા સાથે ખાલિસ્તાન મામલામાં સર્જાયેલા તણાવ વચ્ચે હવે ભારતે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેનેડાના નાગરિકો માટે ભારતે વીઝા સેવા અનિશ્ચિતકાળ માટે…

gujarattak
follow google news

India-Canada Tension: કેનેડા સાથે ખાલિસ્તાન મામલામાં સર્જાયેલા તણાવ વચ્ચે હવે ભારતે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કેનેડાના નાગરિકો માટે ભારતે વીઝા સેવા અનિશ્ચિતકાળ માટે બંધ કરી દીધા છે. અત્યાર સુધી આ મામલે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેનેડામાં વીઝા કેન્દ્રો મેનેજ કરનારા BLS ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર તેની જાણકારી આપી છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: ઓપરેશનલ કારણોથી ભારતની વીઝા સેવાએ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના સુધી સ્થગિત રહેશે. ભારતના વરિષ્ઠ રાજનાયિકે આ વાતની પુષ્ટિ પણ કરી છે.

આ પણ વાંચો

કોરોના બાદ પહેલીવાર કોઈ દેશના નાગરિકો માટે વીઝા બંધ

જોકે તેમણે આ વિશે વિસ્તારથી જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું કે નોટિસમાં તમામ વાતો સ્પષ્ટ રીતે કહેવાઈ છે. કોરોનાકાળ બાદ પહેલીવાર છે, જ્યારે ભારતે કોઈપણ દેશના નાગરિકો માટે વીઝા સેવાઓ બંધ કરી છે. આ જાણકારી બુધવારે મોડી રાત્રે સામે આવી છે. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે બુધવારે એડવાઈઝરી જારી કરી હતી કે કેનેડા જનારા લોકો સાવધાની રાખે. એવા કોઈ વિસ્તારમાં ન જાઓ, જ્યાં ભારત વિરોધી ઘટના થઈ હોય અથવા થવાની આશંકા હોય.

ભારતીયોને કેનેડામાં સાવધાન રહેવા સલાહ

આ એડવાઈઝરીમાં કેનેડામાં સ્થિત ભારતીય ઉચ્ચાયોગની વેબસાઈટ પર પણ જારી કરી છે. ભારતે એમ પણ કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઈમ વધી ગયો છે અને ત્યાં જવામાં સાવધાની રાખવાની જરૂર છે. ભારતની એડવાઈઝરીમાં કહેવાયું કે, કેનેડામાં ગુના, ભારત વિરોધી ગતિવિધિઓ અને હેટ ક્રાઈમમાં વધારો થયો છે. તેને જોતા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડાના આવા વિસ્તારમાં જતા પહેલા સાવધાની રાખે, જ્યાં ભારત વિરોધી ઘટનાઓ બની છે.

    follow whatsapp