'ત્રણ વખત અમારા આદેશને અવગણ્યો, પરિણામ ભોગવવું પડશે', બાબા રામદેવની માફી SCએ ન સ્વીકારી

Patanjali Case: પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો.

Patanjali Case

Patanjali Case

follow google news

Patanjali Case: પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. આ દરમિયાન બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ સુનાવણી કરી રહી છે. આ પહેલા 2 એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી પત્ર રજૂ કરવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) એ કહ્યું કે, અમે આ મામલે સૂચન કર્યું છે કે બિનશરતી માફી માંગવી જોઈએ. કોર્ટે સ્વામી રામદેવની બિનશરતી માફીનું એફિડેવિટ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું કે આ લોકોએ ત્રણ વખત અમારા આદેશોની અવગણના કરી છે. આ લોકોએ ભૂલ કરી છે અને તેનું પરિણામ ભોગવવું પડશે. 

આ પણ વાંચો: Accident News: ટાયર ફાટતા રેલિંગ તોડી ભાદર-2 નદીમાં ખાબકી કાર, એક પરિવારના 4 સભ્યોના મોત

અમે સોગંદનામું ફગાવી રહ્યા છીએ - કોર્ટ

જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો, આને કોણે તૈયાર કર્યું? હું આશ્ચર્ય ચકિત છું. જસ્ટિસ કોહલીએ કહ્યું કે, તમારે આવું સોગંદનામું નહોતું આપવું જોઈતું. તેના પર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અમારાથી ભૂલ થઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું- ભૂલ! બહુ ટૂંકો શબ્દ. કોઈપણ રીતે અમે આ અંગે નિર્ણય લઈશું. કોર્ટે કહ્યું કે અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમારા આદેશ પછી પણ? અમે આ મામલે આટલા ઉદાર બનાવા માંગતા નથી. અમે એફિડેવિટને ફગાવી રહ્યા છીએ, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે આંધળા નથી! આપણે બધું જોઈ શકીએ છીએ. આના પર મુકુલ રોહતગીએ કહ્યું કે લોકો ભૂલો કરે છે, તો સુપ્રીમ કોર્ટે કહ્યું, પછી જેઓ ભૂલ કરે છે તેમને પણ ભોગવવું પડે છે. પછી તેમને તકલીફ પણ ઉઠાવવી પડે છે. અમે આ મામલે આટલા ઉદાર બનવા માંગતા નથી.

આ પણ વાંચો: 'સર તન સે જુદા' બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી, FIR નોંધાઈ

એક વ્યક્તિની અરજી ફગાવી

આ દરમિયાન એક વ્યક્તિએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે મારી માતાએ આ જાહેરાત પર વિશ્વાસ કર્યો હતો પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થયો નથી. કોર્ટે તે અરજીને દસ હજાર રૂપિયાના દંડ સાથે ફગાવી દીધી હતી. જસ્ટિસ કોહલીએ કહ્યું કે, તમે કોર્ટમાં ચર્ચામાં આવવા માટે વચ્ચે કૂદતા આવી અરજી કેવી રીતે દાખલ કરી? આ ખોટા ઈરાદાથી દાખલ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પક્ષકાર બનવાની માંગ કરનાર જયદીપ નિહારેની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અરજદારની અરજી સાંભળવા યોગ્ય નથી. કોર્ટે આદેશ આપ્યો છે કે 10,000 રૂપિયાનો દંડ એક સપ્તાહની અંદર એડવોકેટ વેલફેર ફંડમાં ચૂકવવો પડશે. કોર્ટે અરજીકર્તાને કહ્યું કે 2019માં તમારી માતાનું અવસાન થયું, તમે આટલા વર્ષોથી શું કરી રહ્યા હતા?

    follow whatsapp