BJP Manifesto 2024: ભાજપનો ચૂંટણી ઢંઢેરો 'મોદીની ગેરંટી' જાહેર ; જાણો શું આપ્યા વાયદા

Gujarat Tak

14 Apr 2024 (अपडेटेड: Apr 14 2024 11:07 AM)

BJP Manifesto 2024: ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે 14મી એપ્રિલે બાબસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો (Manifesto) જાહેર કર્યો છે. તેને 'મોદીની ગેરંટી' નામ આપવામાં આવ્યું છે.

BJP Manifesto 2024

લોકસભાની ચૂંટણી 2024

follow google news

BJP Manifesto 2024:  ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે 14મી એપ્રિલે બાબસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો મેનિફેસ્ટો (Manifesto) જાહેર કર્યો છે. તેને 'મોદીની ગેરંટી' નામ આપવામાં આવ્યું છે. દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો. આ તકે ભાજપ હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા. 

આ પણ વાંચો


ભાજપના 'GYAN'નો અર્થ શું છે?

ભાજપે તેના સંકલ્પ પત્રને 'GYAN' નામ આપ્યું છે, જેને કોંગ્રેસના 'ન્યાય પત્ર'નો જવાબ માનવામાં આવી રહ્યો છે. જ્ઞાન એટલે ગરીબ, યુવાનો,અન્નદાદા (ખેડૂત) અને મહિલાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો.

 

જનતા પાસેથી માંગવામાં આવ્યા હતા સૂચનો

તમને જણાવી દઈએ કે, ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે જનતા પાસેથી સૂચનો મેળવીને પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો છે. 25 જાન્યુઆરી, 2024 ના રોજ નમો એપ દ્વારા એક મેસેજ જાહેર કરીને સૂચનો માંગવામાં આવ્યા હતા. 15 લાખથી વધુ લોકોએ સૂચનો આપ્યા છે. જેમાં એપ દ્વારા 4 લાખ લોકોએ સૂચનો આપ્યા હતા. 11 લાખ લોકોએ વીડિયો મોકલીને ભાજપને પોતાના સૂચનો આપ્યા.

મેનિફેસ્ટોનું ખાસ આકર્ષણ મોદીની ગેરંટી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના મેનિફેસ્ટોનો ફોકસ પોઈન્ટ 'મોદીની ગેરંટીઃ વિકસિત ભારત 2047' છે. ભાજપે જાહેરાત કરી છે કે પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં માત્ર એ જ જાહેરાતો અને વચનોનો સમાવેશ કર્યો છે, જેનું પાલન કરવું શક્ય છે.

ભાજપના સંકલ્પ પત્રમાં પીએમ મોદીએ દેશની જનતાને નીચે મુજબ ગેરંટીઓ આપી 


- મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે 
- વીજળીનું બિલ શૂન્ય કરવા માટે કામ કરવામાં આવશે
- 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ આયુષ્માન ભારત યોજના હેઠળ આવશે 
- ભાજપે ગરીબોને 4 કરોડ પાક્કા ઘર બનાવીને આપ્યા છે. 3 કરોડ બીજા નવા ઘરો બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
- પાઈપ દ્વારા સસ્તો રાંધણ ગેસ ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે.  
- કરોડો પરિવારોના વીજ બીલ ઝીરો કરવાની દિશામાં કામ કરાશે, પીએમ સૂર્યઘર વીજળી યોજના લૉન્ચ થશે. 
- મુદ્રા યોજનામાં લોનની સીમા અત્યાર સુધી 10 લાખ સુધીની હતી હવે તેમાં વધારો કરીને 20 લાખ સુધી કરાશે. 
- પીએમ આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવશે.
- ટ્રાન્સજેન્ડર્સને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે

- એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ શરુ કરવામાં આવશે.


 

    follow whatsapp