લો બોલો...રેલવે કર્મચારીઓએ ટ્રેનને ધક્કોમારી સ્ટેશન સુધી પહોંચાડી, યુપીના અમેઠીથી સામે આવ્યો VIDEO

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 1:50 PM)

viral video railway station: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રેલવે અધિકારીઓ માટે DPC ટ્રેન પાટા પર જ ખોટવાય ગઈ હતી.

viral video

DPC ટ્રેન પાટા પર જ ખોટવાય

follow google news

viral video railway station: ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રેલવે અધિકારીઓ માટે DPC ટ્રેન પાટા પર જ ખોટવાય ગઈ હતી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેનને મેઇન લાઇનથી લૂપ લાઇન તરફ ધકેલી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓનો ટ્રેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો

DPC ટ્રેન પાટા પર જ ખોટવાય

આ આખો મામલો જિલ્લાના નિહાલગઢ રેલ્વે સ્ટેશનનો છે, જ્યાં સુલતાનપુર બાજુના અધિકારીઓ ડીપીસી ટ્રેન દ્વારા લખનૌ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેન સ્ટેશનની બહાર ઉભી રહી. મુખ્ય લાઇન પર ટ્રેન ખરાબ થઈ જવાના કારણે અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી. ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રીપેર થઈ શકી નથી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી હટીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા છે. 

ટ્રેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ સમગ્ર મામલે આરપીએફ ઈન્સ્પેક્ટર આરએસ શર્માએ કહ્યું કે, આ ડીપીસી ટ્રેન છે, જેના પર અધિકારીઓ બેસીને ઈન્સ્પેક્શન કરે છે. તે ગઈકાલે નિહાલગઢ સ્ટેશનના બહારના ભાગમાં ખોટવાય ગઈ હતી. જે બાદ તેને રેલવે કર્મચારીઓએ સ્ટેશન પર ધકેલી દીધો હતો અને બાદમાં તેની ખામીઓ સુધારીને તેને આગળ મોકલવામાં આવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, રેલવે ફાટક બંધ છે બંને બાજુ લોકો ઉભા છે. ટ્રેનને મધ્યમાં ટ્રેક પર આગળ ધકેલવામાં આવી રહી છે. ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.
 

    follow whatsapp