ગુજરાતમાં મુસ્લિમ મતદારોએ કોનો સાથ આપ્યો? એક્ઝિટ પોલ વચ્ચે દિગ્ગજનો મોટો દાવો…

Parth Vyas

• 10:14 AM • 06 Dec 2022

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.ત્યારે હવે 8 ડિસેમ્બરે મતગણતરી પહેલા અત્યારે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. વિવિધ મીડિયાના…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.ત્યારે હવે 8 ડિસેમ્બરે મતગણતરી પહેલા અત્યારે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. વિવિધ મીડિયાના એક્ઝિટ પોલમાં જણાવ્યા પ્રમાણે ભાજપ સરકાર બનાવી રહી છે. તેવામાં હવે ગુજરાતમાં મુસ્લિમ વોટર્સે કોને સૌથી મત આપ્યા હશે એ પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આનાથી કઈ પાર્ટીને નુકસાન થશે તથા કઈ પાર્ટીને ફાયદો પહોંચશે એ જોવાજેવું રહેશે. તેવામાં આ અંગે એબીપી એક્ઝિટ પોલ પર મીડિયા સાથે વાતચીતમાં ઝફર સરેશવાલાએ મોટો દાવો કર્યો છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ….

આ પણ વાંચો

મુસ્લિમ વોટથી કઈ પાર્ટીની કિસ્મત ફળશે…
રાજકીય વિશ્લેષક ઝફર સરેશવાલાએ એબીપીના એક્ઝિટ પોલ બાદ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે મુસ્લિમ વોટ ભાજપને વધારે મળે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન તેમણે ભાજપના કાર્યકર્તાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને વોટ માગી રહ્યા હતા. આની સીધી અસર આ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે.

ભાજપને થશે સીધો ફાયદો…
મીડિયા અહેવાલો પ્રમાણે ઝફરે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ મુસ્લિમ લોકોએ ભાજપને સાથ આપ્યો હશે. કારણ કે છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનમાં ક્યારેય મુસ્લિમોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ભાજપ પર હવે મુસ્લિમોનો વિશ્વાસ વધતો જઈ રહ્યો છે. તેમણે આ દરમિયાન હિજાબ વિવાદ અંગે પણ ઘટસ્ફોટ કર્યો હતો. ઝફરે કહ્યું કે કર્ણાટકમાં વિરોધ થયો હતો પરંતુ ગુજરાતમાં એવો કોઈ વિરોધના વંટોળ ઉઠ્યા નહોતા.

    follow whatsapp