મહાશિવરાત્રી પર ભોલેનાથની પૂજામાં ન કરતા આ ભૂલ, નહીં તો જીવનમાં મચી જશે તાંડવ!

Gujarat Tak

04 Mar 2024 (अपडेटेड: Mar 4 2024 5:12 PM)

Mahashivratri 2024: ભગવાન શિવ તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે, તેથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે.

Mahashivratri 2024

મહાશિવરાત્રી પર ભોલેનાથની પૂજામાં ન કરતા આ ભૂલ

follow google news

Mahashivratri 2024: ભગવાન શિવ તેમના ભક્તો પર ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે, તેથી તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. શિવજીની કૃપા હોય તો જીવનમાં દરેક પ્રકારના સુખ મળે છે. બીજી તરફ શિવજીની નારાજગી જીવનને બરબાદ કરી નાખે છે. તેથી ભોળાનાથની પૂજામાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરો, જેથી પૂજાનું સંપૂર્ણ ફળ મળે અને ભોલેનાથ તમારા પર પ્રસન્ન થઈ જાય.

આ પણ વાંચો

ભોળાનાથની પૂજામાં ન કરતા આ ભૂલો 

શિવજીની પૂજામાં ભૂલ કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી, જેના કારણે વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થતી નથી. ભગવાન ભોળાનાથ તમારી દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરે તેના માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો.

વધુ વાંચો....Maha Shivratri Upay: નોકરીમાં મેળવવા માંગો છો પ્રમોશન? તો મહાશિવરાત્રીના દિવસે જરૂર કરો આ ચમત્કારી ઉપાયો

અભિષેક કરતી વખતે આ ધ્યાન રાખો

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અભિષેક કરવાનું અનેરૂ મહત્વ છે. આ દિવસે ભગવાનને જળ, દૂધ અથવા શક્ય હોય તો પંચામૃતથી અભિષેક કરો. પરંતુ યાદ રાખો કે અભિષેક માત્ર તાંબા, પિત્તળ, કાંસ્ય, ચાંદી અથવા અષ્ટધાતુમાંથી બનેલા લોટાથી જ કરવો જોઈએ. અભિષેક માટે ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના બનેલા પાત્રનો ઉપયોગ કરશો નહીં.

ગાયના દૂધથી અભિષેક કરો

મહાશિવરાત્રીના દિવસે ભગવાનને ગાયના દૂધથી જ અભિષેક કરવાનો પ્રયાસ કરો. અભિષેકમાં ભેંસના દૂધનો ઉપયોગ કરવાથી તેનું ફળ મળતું નથી.

હળદર કે સિંદૂર ન લગાવો

ભગવાન શિવની પૂજામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત છે. આનું ધ્યાન રાખો. ભૂલથી પણ શિવલિંગ પર કુમકુમ કે સિંદૂર, હળદર ન લગાવો. શિવજીને ચંદન અર્પણ કરો. તમે તેમને ગુલાલ પણ અર્પિત કરી શકો છો.

તૂટેલા અક્ષત અર્પણ કરવા અશુભ

ભગવાન શિવની પૂજામાં અક્ષત (ચોખા) અર્પિત કરવવામાં આવે છે પણ ચોખા આખા હોવા જોઈએ. શિવજીને ગંદા, ધોયા વગરના, તૂટેલા અક્ષત અર્પણ કરવા અશુભ છે. તે જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવી શકે છે.

તુલસી ભૂલથી પણ અર્પણ ન કરતા

શિવજીને બિલિપત્રના પાન, ધતુરો, શમીના પાન અર્પિત કરવાથી તેઓ પ્રસન્ન થાય છે, પરંતુ શિવજીને તુલસી અર્પણ કરવાની ભૂલ ન કરતા. શિવજીની પૂજામાં તુલસીનો ઉપયોગ વર્જિત છે.


શંખનો ઉપયોગ કરશો નહીં

રુદ્રાભિષેક અથવા શિવ પૂજા દરમિયાન શંખ ફૂંકશો નહીં અથવા અન્ય કોઈપણ રીતે શંખનો ઉપયોગ કરશો નહીં. શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.

નોંધ- આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

    follow whatsapp