Indian Navy Agniveer Recruitment 2024: નેવીમાં અગ્નિવીરની થઈ રહી છે ભરતી, 12 પાસ પણ કરી શકશે અરજી

Gujarat Tak

• 03:12 PM • 10 May 2024

Indian Navy Agniveer Recruitment 2024: ભારતીય નેવી દ્વારા અગ્નિવીરના પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના માટે ઉમેદવારો ટૂંક સમયમાં અરજી કરી શકશે.

Indian Navy Agnineer Recruitment

Indian Navy Agnineer Recruitment

follow google news

Indian Navy Agniveer Recruitment 2024: ભારતીય નેવી દ્વારા અગ્નિવીરના પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેના માટે ઉમેદવારો ટૂંક સમયમાં અરજી કરી શકશે. આ ભરતી માટે અરજી કરનારા અપરિણીત ઉમેદવારોએ 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. ઉપરાંત, આ પદો માટે ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટ agniveernavy.cdac.in પર જઈ શકે છે. અરજીની પ્રક્રિયા 13 મેથી શરૂ થશે, જ્યારે અરજી માટેની છેલ્લી તારીખ 27 મે, 2024 નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો

કોણ કરી શકે અરજી?

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી મેથ્ય અને ફિઝિક્સ વિષયમાં 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓનું પરિણામ હજુ જાહેર થયું નથી તેઓ પણ આ ભરતી અભિયાન માટે અરજી કરવા પાત્ર છે.

Indian Navy Agniveer Recruitment 2024: વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર 2003 થી 30 એપ્રિલ 2007 ની વચ્ચે હોવો જોઈએ. જો તમારી જન્મ તારીખ આ વચ્ચે આવતી હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકો છો.

નેવીમાં અગ્નિવીરની ભરતીનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

Indian Navy Agniveer Recruitment 2024: આ રીતે પસંદગી કરવામાં આવશે

આ પદો માટે ઉમેદવારોની પસંદગી બે તબક્કાના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોનું શોર્ટલિસ્ટિંગ કરવામાં આવશે. આગામી તબક્કામાં, ઉમેદવારોની શારીરિક ફિટનેસ ટેસ્ટ, લેખિત પરીક્ષા અને મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

Indian Navy Agniveer Recruitment 2024: અરજી માટે કેટલી ફી?

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. 550 રૂપિયાની ફી ઉપરાંત, અરજી કરનાર ઉમેદવારોએ 18 ટકા જીએસટી પણ ચૂકવવો પડશે. ઉમેદવારો ઓનલાઈન મોડમાં ફી ભરી શકે છે. વધુ વિગતો માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

પગાર ધોરણ કેટલું રહેશે?

નેવીની ભરતીમાં પસંદગી પામનારા અગ્નિવીરોને 4 વર્ષ માટે નોકરીએ રાખવામાં આવશે. જેમાં પ્રથમ વર્ષે તેમને રૂ.30000 પગાર મળશે. બીજા વર્ષે 33,000, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષ માટે 40,000 પગાર આપવામાં આવશે. આ તમામ વર્ષના પગારમાંથી અગ્નિવીર કોર્પસ ફંડમાં 30 ટકા રકમ કાપીને જમા થશે.

Indian Navy Agniveer Recruitment 2024: આ મહત્વપૂર્ણ તારીખો છે

અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ: 13 મે 2024
અરજી કરવાની છેલ્લી તારીખ: 27 મે 2024

    follow whatsapp