Stock Market: વિશ્વનું ચૌથું સૌથી મોટું શેર માર્કેટ બન્યું ભારત, હોંગકોંગને છોડ્યું પાછળ

malay kotecha

• 04:56 AM • 23 Jan 2024

Share Market News: ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર, સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરની કમ્બાઈન વેલ્યૂ 4.33 ટ્રિલિયન…

gujarattak
follow google news

Share Market News: ભારતીય શેરબજારે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડી દીધું છે. બ્લૂમબર્ગના આંકડા અનુસાર, સોમવારે ભારતીય એક્સચેન્જો પર લિસ્ટેડ શેરની કમ્બાઈન વેલ્યૂ 4.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જ્યારે હોંગકોંગ માટે આ આંકડો 4.29 ટ્રિલિયન ડોલર હતો. આ સાથે જ ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું ઈક્વિટી માર્કેટ બની ગયું છે.

આ પણ વાંચો

ભારતીય શેર માર્કેટે પ્રથમ વખત હોંગકોંગને પાછળ છોડ્યું

સ્થાનિક માર્કેટનું માર્કેટ કેપ 5 ડિસેમ્બરે પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને વટાવી ગયું હતું. તેમાંથી લગભગ 2 ટ્રિલિયન ડોલર છેલ્લા 4 વર્ષોમાં આવ્યું હતું. ઝડપથી વધી રહેલા રિટેલ રોકાણકારો અને મજબૂત કોર્પોરેટ ઈનકમને કારણે ભારતમાં ઈક્વિટીઝ ઝડપથી વધી રહી છે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશે ખુદને ચીનના વિકલ્પના રૂપમાં સ્થાપિત કર્યો છે. ભારતીય બજાર હવે વૈશ્વિક રોકાણકારો (ગ્લોબલ ઈન્વેસ્ટર્સ) અને કંપનીઓ તરફથી નવી મૂડી આકર્ષિત કરી રહ્યું છે.

અહીં સુધી પહોંચવાનું શું છે કારણ?

મુંબઈમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, “ભારતમાં વિકાસની ગતિને આગળ વધારવા માટે તમામ વસ્તુઓ હાજર છે.” ભારતીય શેરોમાં સતત તેજી અને હોંગકોંગમાં ઐતિહાસિક ઘટાડાએ ભારતને આ મુકામ સુધી પહોંચાડ્યું છે.

ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું

બેઇજિંગના કડક COVID-19 પ્રતિબંધો, કોર્પોરેશનો પર નિયમનકારી કાર્યવાહી, પ્રોપર્ટી સેક્ટરમાં સંકટ અને પશ્ચિમની સાથે ભૌગોલિક રાજકીય તણાવના કારણે વિશ્વના વિકાસ એન્જિન તરીકે ચીનની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ચીની અને હોંગકોંગના શેરોની કુલ માર્કેટ વેલ્યૂ 2021માં ટોચ પર રહ્યા બાદથી 6 ટ્રિલયન ડોલરથી વધુ ઘટી હતી.

    follow whatsapp