સ્કૂલ ઓફ એક્સલેન્સ કાર્યક્રમમાં PM મોદી બાળકો સાથે બેઠા હતા તે ક્લાસ નકલી હતો? જાણો સચ્ચાઈ

Yogesh Gajjar

• 07:25 AM • 20 Oct 2022

ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અડાલજના ત્રિમંદીર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેઓ સ્કૂલના…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અડાલજના ત્રિમંદીર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેઓ સ્કૂલના બાળકો સાથે ક્લાસરૂમમાં પણ બેઠા હતા. જોકે આ બાદ સોશિયલ મીડિયામાં આ ક્લાસરૂમની તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં ક્લાસમાં માત્ર 3 બેન્ચ, બારીનું વોલપેપર અને પાર્ટીશનવાળી દિવાલ પર સવાલ કરવામાં આવી રહ્યા છે, અને આ ક્લાસરૂમને નકલી બતાવાઈ રહ્યો છે. આ મુદ્દે Gujarat Tak દ્વારા સમગ્ર હકીકતની સચ્ચાઈ તપાસ માટે Fact Check કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

કેજરીવાલે પણ ક્લાસની તસવીર ટ્વીટ કરી
AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને PM મોદીની આ તસવીર શેર કરી હતી. જેમાં ઉપર દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા ક્લાસમાં બાળકો સાથે બેઠેલા છે, જ્યારે બીજી તસવીરમાં PM મોદી આ મોડલ ક્લાસરૂમમાં બાળકો સાથે બેઠેલા દેખાય છે. આ દ્વારા તેઓ પણ અલસી-નકલી ક્લાસનો મુદ્દો ઉછાળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

 

Gujarat Takની તપાસમાં શું જાણવા મળ્યું?
આ મામલે Gujarat Tak દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, હકીકતમાં આ ક્લાસરૂમ નથી, પરંતુ ક્લાસનું મોડલ છે, જે મુજબ રાજ્યની સરકારી સ્કૂલના વર્ગખંડોને તૈયાર કરવામાં આવશે. વડાપ્રધાન આ તૈયાર કરાયેલા ક્લાસના મોડલમાં બાળકો સાથે બેઠા હતા, જ્યાં તેમની આ તસવીર લેવામાં આવી હતી. આ મોડલને અડાલજમાં ત્રિમંદિર પાછળ જ તૈયાર કરવામાં આવ્યો હતો. આ મુજબ ગુજરાતની સ્કૂલોના ક્લાસરૂમ તૈયાર કરાશે.

 

ડાંગની સ્કૂલના બાળકો હતા
સરકાર દ્વારા ક્યાંય પણ દાવો કે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે આ ક્લાસરૂમ છે. આ ક્લાસનું મોડલ હતું તેમાં PM સાથે દેખાયેલા બાળકો સાથે પણ અમે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ડાંગ જિલ્લાના છે અને ત્યાં આ પ્રકારની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કોમ્પ્યૂટરથી અભ્યાસ કરવામાં તેમને વધારે મજા આવતી હોવાનું પણ જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગના અધિકારીએ શું કહ્યું?
ત્રિમંદીર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત Gujarat Takના એડિટર ગોપી ઘાંઘરે આ મોડલ ક્લાસરૂમની મુલાકાત લીધી હતી. જ્યાં ઉપસ્થિત શિક્ષા અધિકારીઓ દ્વારા આ માત્ર ક્લાસનું મોડલ હોવાનું જણાવાયું હતું. શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ એડવાઈઝર રોહિત મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સમગ્ર ગુજરાતના તમામ 40 હજાર સ્કૂલ છે તે તમામમાં ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ કરવાનો પ્રોજેક્ટ છે. જેમાંથી 20 હજાર મોટી સ્કૂલ, જેમાં 120થી વધારે વિદ્યાર્થીની સંખ્યા ધરાવે છે તેમને સ્કૂલ ઓફ એક્સલેન્સમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ છે. અમે 1.50 લાખ સ્માર્ટ ક્લાસ, 50 હજાર નવા વર્ગખંડ, 20 હજાર કોમ્પ્યૂટર લેબ્સ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ આ સ્કૂલોમાં સ્થાપિત કરીશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ મિશન 3થી 4 વર્ષમાં પૂર્ણ થશે અને 3થી 4 વર્ષમાં ફિઝિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે અમે ઘણા બધા પેડાલોજીકલ સંશોધન અને નવા એક્સેલન્સ કરિક્યુલમ છે, બાયલિંગ્યુઅલ કરિક્યુલમ છે. ગ્રેડ-1થી અંગ્રેજી મીડિયમની જે નવી ટેકનોલોજી છે, જે કરિઅર ઓરિએન્ટેડ કોર્ષ છે તે બધાને રજૂ કરવા જઈ રહ્યા છીએ.

    follow whatsapp