મોદી, મમતા, કેજરીવાલ… ચૂંટણીમાં એકબીજા પર પ્રહાર કરતા નેતાઓ હળવા અંદાજમાં દેખાયા

Yogesh Gajjar

• 08:13 AM • 06 Dec 2022

નવી દિલ્હી: રાજનીતિમાં કહેવાય છે કે, અહીં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું. ગુજરાતમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરનારા નેતાઓની હવે સાથે હસી-મજાક…

gujarattak
follow google news

નવી દિલ્હી: રાજનીતિમાં કહેવાય છે કે, અહીં કોઈ કોઈનું દુશ્મન નથી હોતું. ગુજરાતમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરનારા નેતાઓની હવે સાથે હસી-મજાક કરતી તસવીરો સામે આવી રહી છે. ભારતે હાલમાં જ દુનિયાની 20 મુખ્ય અર્થવ્યવસ્થાઓના સંગઠન જી-20ની અધ્યક્ષતા મેળવી છે. સપ્ટેમ્બરે 2023માં ભારતમાં જી-20 સંમેલન આયોજિત થશે. તેની તૈયારીને અંતિમ ઓપ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે સર્વદળીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમએ એક-એક કરીને રાજકીય દળના પ્રમુખો સાથે મુલાકાત કરી હતી. તેમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેથી લઈને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સામેલ છે. કાર્યક્રમની જે તસવીરો સામે આવી છે, તેમાં PM મોદી આ નેતાઓ સાથે હળવા અંદાજમાં દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો

પીએમ મોદીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરી હતી તેની તસવીર

જી-20 માટે બોલાવાયેલી બેઠકમાં પીએમ મોદી સાથે લેફ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી પણ દેખાયા. વાતચીતમાં બંને ખડખડાટ હસતા દેખાયા.

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને પડકાર આપનારા કેજરીવાલે PM મોદી સામે હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

સર્વદળીય બેઠકમાં પીએમ મોદી સાથે બંગાળના સીએમ મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ચર્ચા કરતા દેખાયા.

પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિન સાથે વાતચીત કરતા દેખાયા. આ દરમિયાન કોંગ્રેસ નેતા ઉદિત રાજ પણ પીએમ સાથે ચર્ચા કરતા દેખાયા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ બેઠક દરમિયાન પીએમ સાથે ચર્ચા કરતા દેખાયા હતા. શિવસેનાના શિંદે જૂથનું મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન છે.

પ્રધાનમંત્રી મોદીએ સર્વદળીય બેઠકમાં જેડીએસ નેતા એચ.ડી દેવગૌડા પાસે જઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

તેલુગુદેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડૂએ બેઠકમાં ચર્ચા દરમિયાન હાથ જોડીને પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

    follow whatsapp