Crime News: સુરતમાં દિનદહાડે ખેલાયો ખૂની ખેલ, તલવારથી યુવકના હાથ અને ગળું કાપી રોડ પર ઘાતકી હત્યા

Gujarat Tak

• 08:00 PM • 11 Apr 2024

ગુજરાતની આર્થિક રાજધાની અપરાધની રાજધાની બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10 જેટલી હત્યાઓ થઈ ચૂકી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે

Surat Crime News

જાહેરમાં માથું ધડથી અલગ કરી નાખ્યું

follow google news

Surat Crime News: ગુજરાતની આર્થિક રાજધાની અપરાધની રાજધાની બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં 10 જેટલી હત્યાઓ થઈ ચૂકી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યાના બનાવના CCTV પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો

જાહેરમાં માથું ધડથી અલગ કરી નાખ્યું


 
શહેરમાં રહેતા ભજન સરદારની કેટલા ઈસમો દ્વારા જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બીઆરસી મંદિર સામે ગુરૂવારની બપોરે ભજન સરદાર નામનો એક બુટલેગર પોતાની કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો એ જ સમયે સિંગોડી સરદાર નામનો બીજો બુટલેગર પોતાના સાગરીતો સાથે આવીને ભજન સરદારની કારને ઓવરટેક કરી હતી. કારને ઓવરટેક કરવા માટે સિંગોડી સરદારે પિક અપ વાનનો સહારો લીધો હતો. કારની આગળ બોલેરો મૂકી ભજન સરદાર પર હુમલો કર્યો અને ત્યારબાદ ભજન સરદારને બહાર કાઢી તલવારોથી પ્રહારો શરૂ કરી દીધા હતા. હુમલાખોરોએ આ હુમલામાં ભજન સરદારના હાથ કાપી નાખ્યા અને માથું પણ ધડથી અલગ કરી નાખ્યું હતું.

 

પોલીસે ગુનેગારની શોધખોળ શરૂ કરી

જાહેરમાં થયેલી આ હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. ઉધના પોલીસે સ્થળ ઉપર પહોંચી ભજન સરદારની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને હત્યા કરનાર બીજા બુટલેગરોની શોધખોળ શરૂ કરી હતી.

Tourist Places: વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો...તો ગુજરાતમાં સૌથી બેસ્ટ આ 3 હિલ સ્ટેશન!!!

હુમલો કરવાનું કારણ શું હતું?

પોલીસ સૂત્રોએ જણાયું હતું કે, મૃતક ભજન સરદાર અને એમની હત્યા કરનાર સીંગોડી સરદાર વચ્ચે થોડા દિવસ અગાઉ પૂણે મહારાષ્ટ્ર ખાતે લગનમાં ઝઘડો થયો હતો. ઝઘડામાં મૃતક ભજન સરદારે સિંગોડિ સરદારને માર માર્યો હતો એનો બદલો લેવા માટે સિંગોડી સરદારે પોતાના બીજા સાગરીતો સાથે લઈને ભજન સરદાર ઉપર તલવારોથી જીવલેણ હુમલો કર્યો હતો. 

    follow whatsapp