મતદાન બાદ પરસોત્તમ રૂપાલાનું છલકાયું દર્દ, ક્ષત્રિયો વિશે પહેલીવાર કહી આ વાત

Gujarat Tak

08 May 2024 (अपडेटेड: May 8 2024 12:07 PM)

Parshottam Rupala Statement: લોકસભા ચૂંટણી માટે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 મતવિસ્તારોમાં લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું.

Parshottam Rupala Statement

રૂપાલાનું છલકાયું દર્દ

follow google news

Parshottam Rupala Statement: લોકસભા ચૂંટણી માટે 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું. 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 મતવિસ્તારોમાં લગભગ 65 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગુજરાતમાં 59.51 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે સવારે મીડિયા સામે આવ્યા હતા અને ક્ષત્રિય આંદોલન પર પહેલીવાર ખુલીને બોલ્યા હતા. સાથે જ તેમણે પોતાની ભૂલને પણ સ્વીકારી હતી. 

આ પણ વાંચો

મતદાન બાદ ફરી માંગી માફી

પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, રાજા-રજવાડા મુદ્દે કરેલું નિવેદન એ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઈ ગઈ અને મારા કારણે મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો. તેમણે કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર-ઠેર ભાજપનો વિરોધ થયો તે નિમિત હું બન્યો છું. મારા લીધે પાર્ટીને ખૂબ જ નુકસાન વેઠવું પડ્યું છે.

આ પણ વાંચોઃ Rupala Contervy: જયરાજસિંહ જાડેજાએ સંકલન સમિતિ પર કર્યો પ્રહાર, જુઓ ક્ષત્રિય આંદોલન પર શું બોલ્યા

 

ક્ષત્રિય સમાજને કરી અપીલ

તેમણે ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગતા કહ્યું કે, આજે હું નમ્રતા પૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું. નારીઓ ક્ષત્રિય સમાજનું આભૂષણ છે. રાષ્ટ્રના વિકાસમાં ભૂમિકા ભજવવા માટે ક્ષત્રિય સમાજ સાથે રહે તેવી અપીલ કરું છું . મારી ભૂલને કારણે મારા સાથીઓને સહન કરવાનો વારો આવ્યો તેમની પણ હું દિલથી માફી માગું છું.  તેઓએ અંતે મિચ્છામી દુક્કડમ કરીને ક્ષત્રિયોની માફી માંગી હતી. 


એક નિવેદનથી ભભૂકી ઉઠ્યો રોષ

અત્રે ઉલ્લેખનીય છે કે, પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિયો લાલઘુમ થઈ ગયા હતા, રજૂઆતો કરવા છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિયો ભાજપ વિરોધી થઈ ગયા હતા. ઠેર-ઠેર ધર્મ રથ ફેરવીને ભાજપ વિરોધી મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. તો ઠેર-ઠેર સંમેલન પણ યોજવામાં આવ્યા હતા. 

અનેક બેઠકો પર રસાકસીભરી સ્થિતિ

પહેલા એક તરફી લાગતી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન બાદ ભારે રસાકસીભરી સ્થિતિમાં ફેરવાઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરીને જામનગર, રાજકોટ, કચ્છ સહિતની બેઠકો પર ખરાખરીનો જંગ જામ્યો હતો. આ બેઠકો પર 5 વાગ્યા સુધી મતદાન પણ ઓછું નોંધાયું હતું. રાજકોટ બેઠક પર 54 ટકા, જામનગરમાં 52.36 ટકા અને કચ્છમાં 48.96 ટકા મતદાન નોંધાયું હતું. ક્ષત્રિય મતદાતાઓના પ્રભુત્વવાળી બેઠક પર શું પરિણામ આવશે એ તો સમય જ બતાવશે.
 
 
 

    follow whatsapp