ખાખીના રુઆબમાં અહંકારઃ 15થી 20 પોલીસકર્મીએ યુવાનને એટલો માર્યો કે કાનનો પડદો ફાડી નાખ્યો

Urvish Patel

22 May 2023 (अपडेटेड: May 22 2023 1:57 PM)

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેર પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તારમાં આવેલા ઉમરા પોલીસે બે ભાઈઓને…

ખાખીના રુઆબમાં અહંકારઃ 15થી 20 પોલીસકર્મીએ યુવાનને એટલો માર્યો કે કાનનો પડદો ફાડી નાખ્યો

ખાખીના રુઆબમાં અહંકારઃ 15થી 20 પોલીસકર્મીએ યુવાનને એટલો માર્યો કે કાનનો પડદો ફાડી નાખ્યો

follow google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત શહેર પોલીસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તારમાં આવેલા ઉમરા પોલીસે બે ભાઈઓને માર માર્યો હોવાનો આક્ષેપ થયા છે. ઉમરા પોલીસ સ્ટેશનના 15 થી 20 પોલીસ કર્મીઓ એટલે હદે માર માર્યો છે કે એક ભાઈનો તો કાનનો પડદો પણ ફાટી ગયો છે. સુરતની ઉમરા પોલીસે માર માર્યો છે એના શરીર પર નિશાન પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ખાખી વર્દીધારીઓ જાહેરમાં જજ બનીને તાલીબાની સજા ફરમાવી દે ત્યારે આવા જ વિવાદો સામે આવતા હોય છે.

આ પણ વાંચો

બાયડમાં બે વરઘોડા સામસામે થતા પથ્થરમારોઃ જુઓ Video, ઘણા થયા ઈજાગ્રસ્ત

વીડિયો ઉતારવાની મળી સજા?
આક્ષેપો પ્રમાણે, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અજયભાઈ મહિડા અને રાજેન્દ્ર મહિડા કેબલ બ્રિજ ઉતરીને ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હતા ત્યારે બ્રિજ ઉતરતા જ વાહન ચેકીંગ કરી રહેલી ઉમરા પોલીસે એમની મોપેડ ને અટકાવી હતી અને દંડ ભરવાનુ જણાવ્યું હતું. ત્યારે જ આ બંને ભાઈઓ જોયું કે, ઉમરા પોલીસવાળા બીજા એક વાહન ચાલકને માર મારી રહ્યા છે. તો એ લોકોએ પોલીસની આ હરકત મોબાઈલ કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. મોબાઈલમાં વીડિયો ઉતારી રહેલા આ બંને ભાઈઓ પર વાહન ચેકિંગમાં વ્યસ્ત પોલીસવાળાઓની નજર પડી હતી અને આ ભાઈનો મોબાઇલ છૂટવી લીધો હતો અને મોબાઈલમાંથી વીડિયો પર ડીલીટ કરી દીધો હતો. મોબાઈલમાં વીડિયો ઉતારવા બદલ ગુસ્સે થયેલા ઉમરા પોલીસના જવાનોએ પોલીસવાન બોલાવીને આ બંને ભાઈઓને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં ડી સ્ટાફની ઓફિસમાં એમને ઢોર માર મારવામાં આવ્યો હતો. માર માર્યાના નિશાન એમના શરીર ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે. આ મામલે આ બંને ભાઈઓ હોસ્પિટલમાં જઈને સારવાર લીધી છે. શનિવાર મોડી રાત્રે બનેલી આ ઘટનાના સંદર્ભે સુરત પોલીસના પોલીસ કમિશનરને અરજી પણ કરી છે. આપને જણાવી દઈએ કે ઉમરા પોલીસ મથક સુરતની મજુરા વિધાનસભા વિસ્તારમાં આવે છે અને એ મજુરા વિધાનસભા વિસ્તારના હર્ષ સંઘવી ભાજપના ધારાસભ્ય છે. જેઓ હાલ ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી છે. એ જ વિસ્તારની પોલીસે આ બંને ભાઈઓને મોબાઇલમાં વીડિયો ઉતારવા બદલ ઢોર માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. આ બંને ભાઈઓ ઉમરા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતાં શું જણાવાયું છે આવો સાંભળીએ.

    follow whatsapp