Gujarat Police : ગુજરાતમાં પોલીસ દમન અને પોલીસ વિરુદ્ધની ફરિયાદો માટે નહીં થવું પડે હેરાન, જાહેર કરાયો સ્પેશિયલ નંબર

kenil somaiya

• 02:26 PM • 12 Jan 2024

Police Suppression Helpline : રાજ્યમાં 100 નંબર ડાયલ કરતાં તરત જ આપણને પોલીસની મદદ મળે છે. પરંતુ કેટલાક રાજ્યમાં એવા કિસ્સાઓ પણ બને છે વ્યક્તિ…

gujarattak
follow google news

Police Suppression Helpline : રાજ્યમાં 100 નંબર ડાયલ કરતાં તરત જ આપણને પોલીસની મદદ મળે છે. પરંતુ કેટલાક રાજ્યમાં એવા કિસ્સાઓ પણ બને છે વ્યક્તિ પોલીસના દમનથી પરેશાન થતો હોય કે પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી હોય પરંતુ તે અંગે કોઈ ફરિયાદ સ્વીકારતું ન હોય તો તેની સામે મદદ કરવા ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે.

આ પણ વાંચો

પોલીસ વિરુદ્ધ ફરિયાદ માટે જાહેર કરવામાં આવ્યો એક નંબર

ગુજરાત પોલીસ દમન અથવા પોલીસ વિરુદ્ધમાં ફરિયાદ કોઈને કરવી હોય તો તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને આ નંબર પૂરો પાડવામાં આવ્યો છે.આ નંબરના આધારે કોઈ વ્યક્તિ પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ફરિયાદો માટે તેનો ઉપયોગ કરી શકશે. જે નંબર 14449 છે અને જેને પોલીસ દ્વારા કરાતી ખોટી કામગીરી મામલે ઉપયોગમાં લઈ શકાશે.આ નંબર અંગેની માહિતી ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી છે.

15 દિવસની અંદર આ નંબર કાર્યરત થશે

કેન્દ્ર સરકાર તરફથી 15 દિવસની અંદર રાજ્ય સરકારને 14449 નંબર શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય તમામ ઇમર્જન્સી નંબર www.Indianhelplinenumber.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે, મહિલા હેલ્પલાઇન 1091 નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે.

    follow whatsapp