'હે શક્તિ તમે શાંત રહેજો...', કોંગ્રેસ નેતા Paresh Dhanani એ કવિતા લખી, પ્રજ્ઞાબા ઝાલાનો વીડિયો કર્યો પોસ્ટ

Gujarat Tak

05 Apr 2024 (अपडेटेड: Apr 5 2024 9:18 PM)

Lok Sabha Election: ગુજરાતમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.

Paresh Dhanani

Paresh Dhanani

follow google news

Lok Sabha Election: ગુજરાતમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા તેમની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે આ વચ્ચે કોંગ્રેસના પરેશ ધાનાણીએ ભાજપને આડેહાથ લેતા એક કવિતા લખી છે.

આ પણ વાંચો

પરેશ ધાનાણીએ લખી કવિતા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પરેશ ધાનાણીએ લખેલી કવિતામાં ભાજપ પર આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા છે. હકીકતમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે પૂરું થતા હવે આ બહેનોએ જોહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરેશ ધાનાણીએ મૂકેલો વીડિયો પ્રજ્ઞાબા ઝાલાનો છે. પોસ્ટ દ્વારા પરેશ ધાનાણી ક્ષત્રિય સમાજની મહિલાઓના સમર્થનમાં તમામ સમાજને સાથે આવવા અને ભારતને મહાન બનાવવાની વાત કરી રહ્યા છે. 

કવિતામાં શું લખ્યું છે?

આ સાથે જ પરેશ ધાનાણી પોતાની કવિતા દ્વારા લખે છે, હે શક્તિ તમે શાંત રહેજો. જ્યારે જ્યારે રાજ ના દરબારમાં, દેવી દ્રૌપદી ના "દામન" દુભાય છે, ત્યારે ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધો જ થાય છે..! અઢારેય વર્ણ, હવે એક સુર થઈએ, બેન- દિકરીઓની લાજ બચાવીએ, નવા 'મહાભારત' પર રોક લગાવીએ, આપણા 'ભારતને મહાન' બનાવીએ.

    follow whatsapp