ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ લગાવ્યા 'રૂપાલા હટાવો'ના નારા, ખુરશીઓ ઊંધી કરી

Gujarat Tak

06 Apr 2024 (अपडेटेड: Apr 6 2024 1:37 PM)

Parshottam Rupala Controversy: દ્વારકાના જામ ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હાજર હતા.

Kshatriya Protest

વિરોધ પ્રદર્શનની તસવીર

follow google news

Parshottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિયો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી ભાજપ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી એવામાં ક્ષત્રિય સમાજના ભારે રોષ છે. વાત હવે જૌહર સુધી પહોંચી ગઈ છે. આ વચ્ચે દ્વારકાના જામ ખંભાળિયામાં ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હાજર હતા.

આ પણ વાંચો

આ પણ વાંચો: VIDEO: ED બાદ હવે બંગાળમાં NIAની ટીમ પર હુમલો, અધિકારીઓ પર ટોળાએ કર્યો પથ્થરમારો

ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો વિરોધ

લોકસભાની ચૂંટણીને લઈને જામ ખંભાળિયામાં જિલ્લા ભાજપના કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા. દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કર્યો હતો. ક્ષત્રિય આગેવાનોએ હાથમાં કાળી પટ્ટી લઈને 'રૂપાલા હટાવો'ના નારા લગાવ્યા હતા. આટલું જ નહીં કાર્યક્રમમાં ઘુસીને ખુરશીઓ પણ ઊંધી વાળી દીધી હતી.

આ પણ વાંચો: 'એલેક્સા, કૂતરાની જેમ ભસ...' 13 વર્ષની સગીરાની સમજદારીએ વાનરના હુમલાથી 1 વર્ષની બહેનને બચાવી

રૂપાલાએ રાજકોટમાં પ્રચાર શરૂ કર્યો 

ભાજપ રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલાવાના મૂડમાં જણાતું નથી. તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પોતાની માંગ પર અડગ છે. પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં શુક્રવારથી પ્રચાર પણ શરૂ કરી દીધો છે અને ઘરે-ઘરે પહોંચીને મત માગતા ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તો ક્ષત્રિયાણીઓએ આ મુદ્દે ગંભીર થઈને જૌહર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું રહેશે કે ભાજપ આગામી સમયમાં પણ પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર યથાવત રાખે છે કે પછી ક્ષત્રિય સમાજની માંગ સ્વીકારીને આ બેઠક પરથી ઉમેદવાર બદલશે. 
 

    follow whatsapp