Lok Sabha Election 2024: રાહુલ ગાંધીની સંપત્તિમાં પાંચ વર્ષમાં 5 કરોડ રૂપિયાનો વધારો, કુલ આટલા કરોડની જંગ સંપતિના માલિક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીએ તેમના નામાંકન દરમિયાન આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ હાલમાં તેમની પાસે 55,000 રૂપિયા રોકડા છે

રાહુલ ગાંધીની સંપત્તિમાં પાંચ વર્ષમાં 5 કરોડ રૂપિયાનો વધારો

Rahul Gandhi Election Affidavit

follow google news

Rahul Gandhi Election Affidavit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી હતી. રાહુલ ગાંધીએ તેમના નામાંકન દરમિયાન આપેલા ચૂંટણી એફિડેવિટ મુજબ હાલમાં તેમની પાસે 55,000 રૂપિયા રોકડા છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1,02,78,680 રૂપિયા હતી.

શેરબજારમાં મોટું રોકાણ

રાહુલ ગાંધીએ પોતાના એફિડેવિટમાં જણાવ્યું છે કે, તેમના નામે બેંકમાં 26.25 લાખ રૂપિયા જમા છે. શેરબજારમાં તેમનું કુલ રોકાણ 4.33 કરોડ રૂપિયા છે. રાહુલ ગાંધીનું પણ મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડ રૂપિયાનું રોકાણ છે. જ્યારે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ 15.2 લાખ રૂપિયા છે. કોંગ્રેસ નેતા પાસે 4.2 લાખ રૂપિયાની જ્વેલરી પણ છે. આ સિવાય રાહુલ ગાંધીના નામે NSS, પોસ્ટલ સેવિંગ અને ઈન્સ્યોરન્સ પોલિસીમાં લગભગ 61.52 લાખ રૂપિયા જમા છે.

આ પણ વાંચો:- રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25478 વ્યક્તિઓએ કરી આત્મહત્યા, ચૂંટણી સમયે કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર

રાહુલ ગાંધી પાસે 9 કરોડ રૂપિયાથી વધુ કુલ જંગમ સંપત્તિ છે. તેમની પાસે કુલ સ્થાવર મિલકત આશરે રૂ. 11 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ રીતે તેમની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયાથી પણ વધુ છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2004માં પહેલી ચૂંટણી લડી હતી, જ્યારે તેમની કુલ સંપત્તિ 55 લાખ રૂપિયા હતી.

વર્ષ 2019માં આટલી સંપત્તિ હતી

તે જ સમયે, વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ તેમના એફિડેવિટમાં કહ્યું હતું કે તેમની કુલ સંપત્તિ લગભગ 15 કરોડ રૂપિયા છે, તે સમયે તેમની પાસે 72 લાખ રૂપિયાની લોન પણ હતી. છેલ્લા 5 વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે. નોંધનીય છે કે તેઓ બીજી વખત વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. 2019માં તેણે અહીં મોટા માર્જિનથી જીત મેળવી હતી. નોમિનેશન પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ જોવા મળી હતી. રાહુલ ગાંધીએ વિસ્તારના લોકોને કહ્યું કે તમને અમારા સાંસદ તરીકે મળ્યા એ અમારા માટે સૌભાગ્યની વાત છે.

    follow whatsapp