Gujarat Politics: રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25478 વ્યક્તિઓએ કરી આત્મહત્યા, ચૂંટણી સમયે કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર
Gujarat Politics: મનિષ દોશીએ કહ્યું કે વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે
ADVERTISEMENT
Congress spokesperson Manish Doshi: દેશમાં અને ગુજરાતમાં સતત વધતા જતા આત્મહત્યાની ઘટના અંગે કેન્દ્રની મોદી સરકારની જનતા સાથેના વિશ્વાસઘાત, ‘અચ્છે દિન’, ‘અમૃતકાળ’, ‘ખેડૂતોની આવક બમણી’ ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા હતા.
ભારતમાં દર 25 મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે
તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી 2022 સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.દેશમાં છેલ્લા 6 વર્ષમાં 9,92,5350 લોકોએ આત્મહત્યા કરી છે…સાથે જ કહ્યું કે દર બે કલાકે ત્રણ બેરોજગાર આત્મહત્યા કરી રહ્યા છે. ભારતમાં દર 25 મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે . આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાના બનાવો વધી રહ્યાં છે.
આ પણ વાંચો:- શું છે એક્સ મુસ્લિમ મૂવમેન્ટ? જેના કારણે લાખો લોકો ઇસ્લામ છોડી રહ્યા છે
રાજ્યમાં આત્મહત્યાના ચિંતાજનક આંકડા
વર્ષ 2020-21થી 2022-23 દરમ્યાન ગુજરાતના અમદાવાદમાં 3280, સુરતમાં 2862, રાજકોટમાં 1287 આત્મહત્યાના બનાવો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વિધાર્થીઓની આત્મહત્યામાં 21 ટકાનો વધારો થયો છે..ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 495 વિદ્યાર્થીઓ સહીત 25478 વ્યક્તિઓએ આત્મહત્યા (25478 people have committed suicide in the last three years) કરી છે. ત્રણ વર્ષમાં 6879 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આર્થિક સહાયતા, માનસિક સ્વાસ્થ્ય આપવામાં નિષ્ફળ નીવડી છે.
ADVERTISEMENT
2020-21 થી 2022-23 આત્મહત્યાના બનાવો
અમદાવાદ 3280
સુરત 2862
રાજકોટ 1287
વડોદરા 836
ADVERTISEMENT