Lok Sabha Elections: કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

Congress Candidate List: કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરી છે.

કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર

Congress

follow google news

Congress Candidate List: કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીએ રાજસ્થાન માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરી છે. આ સાથે કોંગ્રેસે તેના 190 ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસની છઠ્ઠી યાદી જાહેર

કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં અજમેરથી રામચંદ્ર ચૌધરી, રાજસમંદથી સુદર્શન રાવત, ભીલવાડાથી ડો.દામોદર ગુર્જર અને કોટાથી પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ એડવોકેટ સી રોબર્ટ બ્રુસને તમિલનાડુના તિરુનેલવેલીથી તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

સુનિલ શર્માની જગ્યાએ પ્રતાપ સિંહ ખાચરિયાને ટિકિટ

કોંગ્રેસે રવિવારે ત્રણ ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી હતી. સુનીલ શર્માના નામાંકન પર પાર્ટીના નેતાઓએ વાંધો ઉઠાવ્યા બાદ પ્રતાપ સિંહ ખાચરિયાને જયપુરથી ટિકિટ આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસની ટીકા કરવા માટે પ્રખ્યાત 'જયપુર ડાયલોગ' સાથે તેમના કથિત જોડાણને લઈને વિવાદ ઊભો થયો હતો.

    follow whatsapp