સુરતમાંથી નકલી જનસેવા કેન્દ્ર પકડાયું, દોઢ વર્ષથી ચાલતા કેન્દ્રમાં આધાર કાર્ડ, વેરા બીલની ફાઈલો મળી

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 10:57 AM)

Surat News: ગુજરાતમાં નકલી પોલીસ, નકલી CMO અધિકારી અને નકલી સરકારી કચેરી બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો છે. શહેરના કાપોદરા વિસ્તારમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે.

Surat News

Surat News

follow google news

Surat News: ગુજરાતમાં નકલી પોલીસ, નકલી CMO અધિકારી અને નકલી સરકારી કચેરી બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો છે. શહેરના કાપોદરા વિસ્તારમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. ચોંકાવનારી બાબત એ હતી કે આ કેન્દ્ર દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું, છતાં કોઈને ખબર ન પડી. પોલીસ અને નાયબ મામલતદારે સાથે નકલી જન સુવિધા કેન્દ્ર પર દરોડા પાડીને સંચાલકની ધરપકડ કરી હતી. 

આ પણ વાંચો

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો રહે ઍલર્ટ, કમોસમી વરસાદ અને હીટવેવને લઈને શું છે હવામાન વિભાગની આગાહી?

બાતમીના આધારે નકલી જન સેવા કેન્દ્રમાં દરોડા

સુરતના કોપાદરામાં આવેલા કિરણ ચોકમાં નકલી જન સુવિધા કેન્દ્ર ચાલતું હોવાની બાતમીના આધારે નાયબ મામલતદારે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને આધાર કાર્ડ, વેરા બીલ, જન્મના દાખલ બનાવવાની ફાઈલો મળી આવી હતી. ઉપરાંત નકલી વેરાબીલ પણ જપ્ત કરાયું છે. નકલી જન સેવા કેન્દ્રના સંચાલકની ધરપકડ કરીને તપાસ કરતા ખુલાસો થયો હતો કે તે છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારે નકલી દસ્તાવેજો બનાવતો હતો. 

આ પણ વાંચો: EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

દોઢ વર્ષથી ચાલતું નકલી કેન્દ્ર

ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતા આ જન સેવા કેન્દ્રમાં અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બન્યા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે હાલમાં બોગસ કોલ સેન્ટર ચલાવતા સંચાલક નિકુંજ દુધાતને ઝડપી પાડ્યો છે. ત્યારે આગામી સમયમાં આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે. 

    follow whatsapp