Stock Market: તાશના પત્તાની જેમ ધરાશાયી થયા TCS, ઈન્ફોસીસ, વિપ્રો અને HCLના શેરમાં, રોકાણકારો ચિંતામાં!

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 1:57 PM)

શેર બજાર (Stock Market) શુક્રવારે ભારે ઘટાડાની સાથે ખુલ્યું હતું, પરંતુ થોડીવારમાં જ તે ગ્રીન નિશાન પર આવી ગયું. આ વચ્ચે આઈટી સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Stock Market

આઇટી સેક્ટરમાં મોટો કડાકો

follow google news

શેર બજાર (Stock Market) શુક્રવારે ભારે ઘટાડાની સાથે ખુલ્યું હતું, પરંતુ થોડીવારમાં જ તે ગ્રીન નિશાન પર આવી ગયું. આ વચ્ચે આઈટી સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે આઈટી સેક્ટર 1.90 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યું હતું. TCS, Infosys, Wipro અને HCL ટેકના શેરમાં 6% સુધીના ઘટાડાના કારણે IT સેક્ટરમાં આટલો મોટો કડાકો બોલાઈ ગયો છે.

આ પણ વાંચો

આ કંપનીના શેરમાં ઘટાડો

આજે HCL ટેક્નોલોજીના શેર 5.62 ટકા ઘટીને 1,507.50 રૂપિયા પર પહોંચ્યા છે, જ્યારે વિપ્રો અને LTIMindtree ના શેર 4 ટકાથી વધુ ઘટીને ક્રમશ 479.45 રૂપિયા અને 4,945.05 રૂપિયા પર ટ્રેડ થયા હતા. આ સિવાય ટેક મહિન્દ્રાનો શેર (Tech Mahindra Share) 3.57 ટકા ઘટીને 1,236.45 રૂપિયા પર અને ઈન્ફોસિસ ( Infosys)નો શેર 3.7 ટકા ઘટીને રૂ. 1497.65 પર પહોંચ્યો હતો. TCSનો શેર લગભગ 3 ટકાના ઘટાડા સાથે 3,856 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

IT સેક્ટરના શેરો કેમ તૂટ્યા?

વાસ્તવમાં, ગ્લોબલ IT કંપની એક્સેન્ચરે આર્થિક અનિશ્ચિતતાને કારણે નાણાકીય વર્ષ 2024 માટે તેના રેવેન્યુ અનુમાનને 2-5 ટકાથી ઘટાડીને 1-3 ટકા કરી દીધું, જે બાદ શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય IT શેરો  (IT Stocks)માં ભારે ઘટાડો નોંધાયો અને કેટલાક શેર 6 ટકા સુધી ઘટ્યા. નુવામા ઈન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે કહ્યું કે એક્સેન્ચરના રેવેન્યૂમાં ઘટાડો ભારતીય IT સર્વિસ કંપનીઓ માટે થોડો નકારાત્મક છે, જોકે તે વધારે નથી.

શું IT શેરોની કિંમત વધુ ઘટશે?

નુવામાએ કહ્યું કે, IT શેરોમાં અત્યારે કોઈ મોટો ઘટાડો દેખાતો નથી. મજબૂત માંગની અપેક્ષા છે, જે કંપનીઓની આવકમાં વધારો કરી શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ CLSA એ સેક્ટર અંગે સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે રેવેન્યૂમાં તીવ્ર ઘટાડાનો અર્થ એ છે કે બીજા અર્ધવાર્ષિક ગાળામાં મોટો ઉછાળો આવશે. મોતીલાલ ઓસવાલે કહ્યું કે ભારતીય આઈટી કંપનીઓએ સાવધ રહેવાની જરૂર છે.

વિકાસમાં કરશે મદદ

મોતીલાલ ઓસવાલે કહ્યું કે ભારતીય કંપનીઓને નાણાકીય વર્ષ 2025માં વિકાસમાં મદદ મળશે, પરંતુ વધારે સતર્ક રહેવું પડશે. નોમુરાનું માનવું છે કે ભારત આઈટી માટે નાણાકીય વર્ષ 25 વર્ષના પ્રથમ છ મહિનામાં સારો સુધારો થવાની સંભાવના વ્યક્ત  કરી છે. 

નોંધઃ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. 

    follow whatsapp